વોશિંગ્ટન,તા.૧૬: અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પીઓનો દાવો છે કે હવે અફઘાનિસ્તાનમાં અલ કાયદાના થોડાક જ આતંકીવાદીઓ બચ્યા છે. પોમ્પીઓએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં મોટાભાગના આતંકવાદીઓનો સફાયો કરી દેવાયો છે.તેમનું કહેવુ છે કે અમેરીકાનો અફઘાનિસ્તાનમાં જવાનો પ્રાથમિક ઉદેશ અલકાયદાને ખતમ કરવાનો હતો.હવે આ ઉદેશ લગભગ પુરો થઇ ચુકયો છે.
માઇક પોમ્પીઓએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકાને પોતાની સુરક્ષા કરતા આવડે છે.તે અફઘાનિસ્તાન,ઇરાક અને સીરીયામાં પોતાના સૈનિકો વગર પણ પોતાની સુરક્ષા કરી શકે છે.તેમણે કહ્યું કે અમેરિકાએ તાલિબાનને અલકાયદા સાથે નાતો તોડવા કહ્યું છે,જે ફેબ્રુઆરીમાં થયેલ સમજુતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે.તેમણે કહ્યું કે અમેરિકા તેના માટે તૈયાર છે અને જાણે છે કે હજુ પણ તેના ઘણા બધા દુશ્મનો છે.જો કે પોમ્પીઓએ સ્પષ્ટતા નહોતી કરી કે અલકાયદાના કેટલા આતંકવાદીઓ હજુ બચ્યા છે.આ ઉપરાંત આ આતંકવાદીઓમાંથી હજુ પણ કોઇ તાલીબાન સાથે મળીને કામ તો નથી કરતો તેનો પણ જવાબ નહોતો અપાયો.