ભલામણનો અસ્વીકાર કરતા મારા પર આક્ષેપ કરાયો :અધિકારીનો ખુલાસો
અમદાવાદના જમાલપુરના કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે. કોંગ્રેસ કોર્પોરેટરે ફેસબુક પર એએમસી અધિકારી સામે અતિ ગંભીર આક્ષેપ કર્યા છે. મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર સામે નામજોગ આક્ષેપ કર્યા છે. દબાણો તોડવા મામલે અધિકારી તોડ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. શાહનવાઝ શેખે સોશિયલ મીડિયા પર પોસ્ટ અકિલા કરી અધિકારીને ‘તોડબાજ’ કહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ કોર્પોરેશન ખાતે હોબાળો કર્યો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તોડ કરે છે. જેથી કોંગ્રેસે આ મુદ્દે બેનર અકીલા લઇને કોર્પોરેશન ખાતે ધસી જઇને બેનર લઇને અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર રોષ ઠાલવીને વિરોધ કરતા વાતાવરણ ગરમાઇ ગયું હતું. ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી ઉપર આરોપ લાગ્યા બાદ તેમની પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, એસ્ટેટ વિભાગે જપ્ત કરેલા સામાનને છોડી દેવા શાહનવાઝે ભલામણ કરી હતી. ભદ્ર દરવાજા, પાનકોર નાકાનો જપ્ત કરાયેલો સામાન છોડી કનિદૈ લાકિઅ દેવા ભલામણ કરી હતી. ભલામણનો અસ્વીકાર કરતા મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે.