અમદાવાદ મ્યુનિ. સંચાલિત મણિનગરની એલ.જી. હૉસ્પિટલમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે.આજે વધુ 1 ડૉક્ટરો અને બે સ્ટાફ મેમ્બરને કોરોના થતા ડૉક્ટરોમાં અને પેરામેડિકલ સ્ટાફમાં ફફડાટની લાગણી જન્મી છે.ગઈકાલે ત્રણ ડૉક્ટર અને નર્સ સહિત બે કર્મચારી કોરોનામાં પટકાતા કુલ સંખ્યા છ ડૉક્ટરોની અને ચાર પેરામેડિકલ સ્ટાફની થવા જાય છે.
આજે હોસ્પિટલમાં વધુ ત્રણ સ્ટાફના લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.એક રેસિડેન્ટલ ડોક્ટર સહીત બે પેરામેડિકલ સ્ટાફનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.અને તે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સાથેજ તેમના સંપર્કમાં આવેલા લોકોનો પણ સેમ્પલ હવે લેવામાં આવશે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એક મહિના પહેલા ઓપરેશન કરાવીને ગયેલ એક દર્દી તેના ફોલોઅપમાં બતાવવા આવતા હતા.તેઓ પછીથી કોરોના પોઝીટિવ નીકળ્યા તેમનો ચેપ આ ડૉક્ટરોને લાગ્યો હોવાનું જાણવા મળે છે.દરમ્યાનમાં આ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ,અન્ય ડૉક્ટરો,નર્સો, વોર્ડબોય તેમજ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાથી એલ.જી.ના વર્તુળોમાં હલચલ મચી જવા પામી છે ઉપરાંત બે રેસી. ડોક્ટરો તો એલ.જી.ની પીજી હોસ્ટેલમાં રહેતા હતાં, ત્યાં પણ તેઓ અન્ય ડોક્ટરોના ગાઢ સંપર્કમાં આવ્યા હશે.આ ઉપરાંત મ્યુનિ.ના આસિ. કમિશનર, ડેટા મેનેજર, ઓપરેટર સહિત કુલ ૨૩ અધિકારીઓ- કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.
આસિ.કમિશનર પોઝીટિવ આવ્યા તે પહેલાં તેમણે કેટલીક મીટીંગોમાં હાજરી પણ આપી હતી તેથી સાથી અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે.આ તમામ દર્દીઓના સંપર્કમાં આવેલાઓને ક્વૉરેન્ટાઇન કરવાની સાથે તેમના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.તેમજ હાલ હેલ્થ,એસ્ટેટ,એન્જિનિયરિંગ સ્ટાફ,મોટા પ્રમાણમાં ફિલ્ડમાં ફરી રહેલ છે.ક્વૉરેન્ટાઇન કરાયેલાઓને સુવિધા પુરી પાડવાથી બીજી ઘણી બધી કામગીરી સાથે તેઓ સંકળાયેલા છે. કોરોનાના વધતા કેસોથી કર્મચારીઓ,અધિકારીઓ,એન્જિનિયરો હવે ફફડવા માંડયા હોવાની છાપ ઉભી થવા માંડી છે.કેટલાક તો સામે ચાલીને તેમનો ટેસ્ટ કરાવવા માંડયા છે.
LG કનેક્શનમાં સિવિલના સુપ્રિ. રજા પર ઉતર્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિ.ડો. જી.એચ.ના પુત્ર એલ.જી. હૉસ્પિટલમાં રેસિ. ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે તેમના પુત્રને કોરોના પોઝીટિવ નિકળતા ડૉ. જી.એચ. રાઠોડ ક્વૉરેન્ટાઇનના ભાગરૃપે રજા પર ઉતરી ગયા છે. તેમને સુપ્રિ. તરીકેનો ચાર્જ અન્ય ડો.મોદીને સોંપવામાં આવેલ છે.
કોરોનાની ઝપટમાં કોણ કોણ આવ્યું ?
૧. દેવેન ભટ્ટ આસિ. – કમિશનર
૨. ડૉ. રવિના ચાવડા – રેસી. ડૉક્ટર
૩. ડૉ. જયમીન શાહ – રેસી. ડૉક્ટર
૪. ડૉ. હિતેશ તોરાની – રેસી. ડૉક્ટર
૫. લીના ચાવડા – સ્ટાફ નર્સ
૬. ડૉ. આકાશ રાઠોડ – રેસી. ડૉક્ટર
૭ ડૉ. તેજસ શાહ – રેસી. ડૉક્ટર
૮ ડૉ. સંકેત કંસારા – રેસી. ડૉક્ટર
૯. પ્રતીક મોદી – એલ.જી. સ્ટાફ
૧૦ ભાવનાબેન વોરા – એલ.જી. સ્ટાફ
૧૧ ધવલ ઠક્કર – ડેટા મેનેજર
૧૨ અફઝલખાન પઠાણ – ઓપરેટર
૧૩ ફાતિમાબીબી શેખ – આંગણવાડી વર્કર
૧૪ શેખ મોહમદ જાવેદ – બીઆરટીએસ ડ્રાઇવર
૧૫ અજય પરમાર – વોર્ડ બોય
૧૬ મોહમ્મદ સાદીકખાન – ડ્રાયવર
૧૭ મીતેશ ગોહિલ – મેલેરિયા વર્કર
૧૮ પઠાણ હાફિઝખાન – ડ્રાયવર – સીટી બસ
૧૯ મનુભાઈ મકવાણા – મેલેરિયા મજૂર
૨૦ સોયેબ પઠાણ – મેલેરિયા મજૂર
૨૧ અમૃતભાઈ દેસાઈ – ટેન્કર ડ્રાયવર
૨૨ વૈશાલીબેન મકવાણા – ટેલી. ઓપરેટર
૨૩ હીરલ છાપલા – સેનિ. ઇન્સ્પેક્ટર