અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાનો ખતરો આગળ વધી રહ્યો છે,આજે 31 કેસ નવા ઉમેરાતા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યાં 351 થઇ ગઇ છે, માત્ર દાણીલીમડામાં નવા 11 કેસ સામે આવ્યાં છે, સફી મંઝીલમાં રબિયા એપાર્ટમેન્ટમાં જ 9 કેસ નોંધાયા છે. અહી 1 વર્ષની બાળકી પણ કોરોના પોઝિટિવ છે. અગાઉ આ વિસ્તારમાં એક વ્યક્તિએ 30 લોકોને ચેપ લગાવ્યો હતો,આ એરિયા સૌથી મોટો હોટસ્પોટ બની ગયો છે.તંત્ર દ્વારા પુરો વિસ્તાર ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરાયો છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સહકાર નિલકંઠ સોસાયટીમાં એક જ પરિવારના 6 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે,જેમાં 8 વર્ષની બાળકીનો પણ સમાવેશ થયો છે,તંત્ર દ્વારા આખા વિસ્તારને ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી ચાલુ કરાઇ છે,આ પરિવાર જેમના સંપર્કમાં આવ્યો હતો,તેવા લોકોને પણ ક્વોરોન્ટાઇન કરાશે.
શહેરના માણેકચોકમાં 80 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ છે, અન્ય એક કેસ પણ આ વિસ્તારમાં સામે આવ્યો છે.દરિયાપુરમાં 3,વટવામાં 3, આંબાવાડીમાં 1 અને બહેરામપુરામાં 1 કેસ નોંધાયા છે,અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું છે કે શહેરમાં 6 કેસ નવા વિસ્તારોમાં નોંધાયા છે, શહેરમાં 15 મહિલાઓ, 13 ષુરૂષ અને 3 બાળકીઓ કોરોના પાઝિટિવ આવ્યાં છે.અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાથી કુલ 13 લોકોનાં મોત થયા છે અને કેટલાક દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.