અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા ૪૬૧૪૫ : વધુ ૨૯ લોકોના મોત
વોશિંગ્ટન, તા. ૨૪ : અમેરિકામાં કોરોના વાયરસે હવે ચિતાજનક સ્થિતી સર્જી દીધી છે કારણ કે કેસોની સંખ્યામાં એક દિવસમાં જ હજારોનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાના ૨૪૧૧ નવા કેસો સપાટી પર આવ્યા છે.આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૪૬ હજારથી ઉપર પહોંચી ગઇ છે.જ્યારે મોતનો આંકડો વધુ ૨૯ લોકોના મોતની સાથે જ વધીને ૫૮૨ સુધી પહોંચી ગયો છે.સમગ્ર અમેરિકામાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ પગલા લઇ રહ્યા છે પરંતુ કોરોનાએ તેની પક્કડ વધારે મજબુત કરી દીધી છે અમેરિકામાં કોરોનાના કારણે પ્રભાવિત રહેલા લોકો પૈકી ૧૦૪૦ની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે જે સાબિત કરે છે કે કોરોના વાયરસે કેટલો હાહાકાર મચાવી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.નવી વેક્સિન શોધવા ઉપર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સમય લાગશે.ઇટાલી બાદ અમેરિકામાં પણ જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તે જોતા સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.લોકડાઉનનો અર્થ એ થાય છે કે જરૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં જ રહેવામાં આવે.યુરોપના કેટલાક દેશો હાલમાં લોકડાઉનની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે.તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને સુવિધા હોવા છતાં અમેરિકામાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે.દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.અમેરિકામાં આરોગ્ય વિભાગના લોકો દિન રાત એક કરીને સ્થિતીને કાબુમાં લેવા પ્રયાસમાં છે.અમેરિકામાં પણ હવે અન્ય દેશોની જેમ લોકડાઉનનુ સંકટ તોળાઇ રહ્યુ છે.અમેરિકામા ઇમરજન્સીની જાહેરાત તો કરવામાં આવેલી છે.જો કે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.અમેરિકામાં કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી રહી છે.અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી.મોટી વયના લોકોને ખતરો વધારે દેખાઈ રહ્યો છે.કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતા અમેરિકામાં પણ હાલત કફોડી બની શકે છે. હાલમાં સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ઇટાલી અને અમેરિકા રહેલા છે.
અમેરિકામાં કોરોના કેસોના આંકડા
કુલ કેસો ૬૩૯૨૭ છેલ્લા ૨૪ કલાકમાં કેસો ૨૪૧૧ કુલ મોતનો આંકડો ૫૮૨ છેલ્લા ૨૪ કલાકમાં મોત ૨૯ રિકવર થયેલા લોકો ૨૯૫ એક્ટિવ કેસોની સંખ્યા ૪૫૨૬૮ ગંભીર કેસોની સંખ્યા ૧૦૪૦