રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલિસ ઇન્સ્પેક્ટર એચ.એમ ગઢવી લોકડાઉનના સમયમાં વિશેષ ફરજ બજાવી રહ્યા છે.પોલીસકર્મી હોવા ઉપરાંત તેઓ એક જવાબદાર નાગરિક તરીકે પણ જાગૃતિ દાખવી રહ્યા છે.કોરોના જેવી મહામારી બાબતે ખુબ જ સતર્કતા દાખવી પોતે અને પોતાની ટીમ સાથે કાયદાનું પાલન કરાવવા ખડેપગે કામગીરી કરી રહ્યા છે.
આ બાબતે યુવા અધિકારી એચ.એમ ગઢવી સાથે ‘હિન્દુસ્તાન મિરર’ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે મહામારીના આ કપરા સમય અને સંજોગમાં પણ લોકોને તેમના ભલા માટે કડકાઈપૂર્વક કાયદાનું પાલન કરાવવું દુઃખદ છે, પરંતુ કોરોનાની મહામારી સામે લડવા લોકહિતના આવકારદાયક પગલાં સવરૂપે પણ કરવી પડે છે.સામાન્ય નાગરિકોને આ વિકટ પરિસ્થિતમાં કાયદાનું પાલન કરાવવું ફરજ જ નહિ પરંતુ સમાજસેવાનો પણ એક ભાગ જ છે જે દરેક પોલીસકર્મીઓ કરી રહ્યા છે.કોરોના સામે લડવા સરકારી ગાઈડલાઈન નો ભંગ ન થાય અને નાગરિક હિતાર્થે કડક કાર્યવાહી કે ગમે તેવી પરિસ્થતિ હોય તો પણ પોલીસે હંમેશા સર્તક રહી કામગીરી કરતી જ રહે છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ સમય દરમ્યાન લોકોનો ખૂબ જ સારો સહકાર અને સકારાત્મક પ્રતિસાદ સાપાંડ્યો છે.જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગના ડોક્ટર્સ,રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ,અધિકારીઓ ઉપરાંત કલેકટર કચેરીના પણ તમામ સન્માનીય અધિકારીઓ,કર્મચારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે.કોરોના જેવી મહામારી સામે યુદ્ધના ધોરણે કામગીરી તમામ તંત્રના સહયોગ વડે રાજકોટ સહીતના તમામ વિસ્તારોમાં શિસ્તબદ્ધ રીતે હાથ ધરાય રહી છે.આ તમામ સાથે કો -ઓર્ડિનેશન કરી કામગીરી કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો છે.તેમને આગળ ઉમેર્યું હતું કે આ કામગીરી કરવામાં થાક કયારે લાગતો નથી કારણ કે પોલીસકર્મીઓ દરેક પડકારને પોંહચી વળવા સક્ષમ અને હંમેશાની જેમ સ્ટેન્ડ બાય હાજર જ હોય છે.લોકડાઉન પહેલા કે પછી અમારે કયારેય કોઈપણ પરિસ્થિતમાં અનુકૂળતા દાખવવા મથામણ કરવી પડતી નથી.હંમેશા પ્રજાના સુખ દુઃખમાં દિવસ રાત જોયા વગર પોલીસ હંમેશા સાથે જ ઉભી રહે છે.
અંતે તેમને જણાવ્યું હતું કે સામાન્ય દિવસોના પ્રમાણમાં થતા ગુનાઓની સરખામણીએ લોકડાઉનના વિશેષ સંજોગમાં ગુનાખોરીના ગ્રાફમાં દેશભર સહીત રાજ્યમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે,જે સામાજિક નાગરિક હિતો માટે ખૂબ જ સારી બાબત કહી શકાય.