રવિવારે પણ કેટલાક લોકોએ વડાપ્રધાન મોદીની અપીલના ધજાગરા ઉડાવ્યા
એજન્સી, નવી દિલ્હી
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસ વાયુ વેગે પોતાનો પ્રકોપ ફેલાવી રહ્યો છે. તેવામાં કેટલાક લોકો સરકાર તરફથી સતત થઈ રહેલી તમામ અપીલો અને આજીજીઓને નજરઅંદાજ કરીવને ઘોર બેદરકારી દર્શાવી રહ્યા છે. દેશમાં કેટલીક જગ્યાઓએ તો રવિવારે પણ વડાપ્રધાન મોદીની જનતા કરફ્યૂની અપીલના પણ ધજાગરા ઉડાવી દીધા હતા.
આજે પણ લોકડાઉનનો આદેશ અપાયા છતા પણ કેટલીક જગ્યાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેનાથી નારાજ થઈને વડાપ્રધાને લોકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આજે કોરોના વાયરસ જેવી મહામારી સામે જ્યારે એક થઈને લડવાનો સમય છે ત્યારે કેટલાક સંદિગ્ધો હોસ્પિટલમાંથી ભાગી રહ્યા છે. લોકોને એક જગ્યાએ ભેગા થવાની સતત ના પાડવા છતા પણ લોકો ભેગા થઈ રહ્યા છે. કોરોના વાયરસે દુનિયાભારમાં મચાવેલા તાંડવને જોઈને પણ લોકો તેની ગંભીરતાને નથી સમજી રહ્યા.
– 22 માર્ચના રોજ એક તરફ લોકોએ જનતા કરફ્યૂનું સજ્જડ પાલન કર્યું હતું ત્યાં બીજી તરફ દિલ્હીના આલમી મરકજ બંગલાવાળી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસલમાનો પહોંચ્યા હતા. જ્યાં લોકો એક-બીજાના ગળે મળી રહ્યા હતા.
બેદરકારી દાખવીને ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો
– ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યા બાદ પણ શાક માર્કેટમાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.
– દિલ્હીના નોઈડા તરફ જતા રસ્તાઓ પર વાહનોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરતી જોવા મળી.
સમાજવાદી પાર્ટીના નેતા રામાકાંત યાદવ
– સમાજવાદી પાર્ટીના નેતા રામાકાંત યાદવે વિવાદાસ્પદ અને મૂર્ખતાભર્યું નિવેદન આપતા કહ્યું કે, કેટલી શરમજનક વાત છે કે કોરોના માટે દેશમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. જોકે, તેમના આ નિવેદન પર જરૂરી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
– દિલ્હીના લોકનયાક જનપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી 19 માર્ચના રોજ કોરોનાના છ સંદિગ્ધો ભાગી ગયા. જેમને બીજા જ દિવશે શોધી પાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બોલિવૂડ સિંગર કનિકા કપૂર
– બોલિવૂડ સિંગરની ઘોર બેદરકારીને તો કયા શબ્દોમાં વર્ણવી તે જ નથી સમજાતું. પોતે વિદેશથી આવ્યા બાદ તે એરપોર્ટ પરથી સ્ક્રીનિંગમાંથી બચીને નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે ત્રણ પાર્ટીઓનું આયોજન કર્યું હતું. આ દરમિયાન 450થી વધારે લોકો તેના સંપર્કમાં આ્યા હતા.