પાકિસ્તાનના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી ફવાદ ચૌધરી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતા રહે છે. સોશિયલ મીડિયા પર તેઓ કંઈક એવું લખી નાખે છે જેના કારણે ટ્રોલર્સને મજા આવી જાય છે. ફવાદની એક નાની એવી ભૂલને પણ વાતનું વતેસર કરી રજૂ કરવામાં આવે છે, પણ આ વખતે ફવાદ ચૌધરીએ ભૂલ જ એટલી મોટી કરી દીધી છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે.
શું લખ્યું ?
ટ્વીટ કરી તેણે લખ્યું છે કે, ભારતીયોને કોરોના વાઈરસ લોકડાઉનથી એ શીખામણ લેવી જોઈએ કે, રાજનીતિક દબાણનું સમર્થન ન કરે. મોદી સરકારે કાશ્મીરમાં અનિશ્ચિતકાલીન લોકડાઉનથી લોકોને દર્દ આપ્યું છે. ભારત આ દર્દ એ માટે નથી ભોગવી રહ્યું કે મહામારી છે. એટલે માટે ભોગવી રહ્યું છે કે તેમનું રાજનીતિક નેતૃત્વ નિષ્ફળ છે.
કેટલી ભૂલો છે ?
આ ટ્વીટ બાદ પાકિસ્તાનના મંત્રીને લોકોએ ઓનલાઈન ખૂબ ટ્રોલ કર્યા. કોઈએ કહ્યું કે, તમારું અંગ્રેજી તો ઠીક કરો. આ કહેવા પાછળનું કારણ એ છે કે, તેમણે ટ્વીટમાં ઘણી ભૂલો કરી છે. India (ઈન્ડિયા) ને Endia, CoronaLockdown (કોરોના લોકડાઉન) ને CoronaLockddow (કોરોના લોકડાઉ) અને Pandemic (મહામારી)ને Pendemic (પેનેડેમિક) લખ્યું છે.
લોકોએ સલાહ આપી
આટલું જ નહીં Because (કારણ કે) ને Becauuse લખ્યું છે. જેના કારણે લોકોએ તેમને ટ્રોલ કરી નાખ્યા છે. એક યૂઝરે તો ફવાદને પૂછ્યું છે કે, પંજાબીમાં લખીને ગૂગલ ટ્રાન્સલેટ કરો છો કે શું ? તો અન્ય એકે ધ્યાનથી ટ્વીટ કરવાની સલાહ આપી છે. તો વધુ એક વ્યક્તિએ કહ્યું છે કે તમે અંગ્રેજીમાં લખો છો તો કોઈને સમજવામાં નથી આવતું.