ન્યુ દિલ્હી,તા.૨૬
પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું કે, ધોની બોલર્સનો કેપ્ટન હતો. ઓઝા ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન ભારત માટે ૨૪ ટેસ્ટ અને ૧૮ વનડે રમ્યો હતો. તે પોતાના કરિયરની મોટા ભાગની મેચ ધોની હેઠળ રમ્યો હતો. તેણે કહ્યું કે, ધોની બોલર્સનો કેપ્ટન હતો. હું માનું છું કે બોલર્સ પાસે એવો કેપ્ટન હોવો જોઈએ જે તેમને સમજે. બહુ બધા બોલર્સ તેના વખાણ કરે છે કારણકે ધોની ફિલ્ડપ્લેસિંગમાં મદદ કરે છે. તેનાથી બોલર્સનું માઈન્ડ ક્લિયર હોય છે, જે કટોકટીની સ્થિતિમાં મદદ કરે છે.
ઓઝાએ ગયા શુક્રવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે છેલ્લે નવેમ્બર ૨૦૧૮માં બિહાર માટે રમ્યો હતો. જ્યારે ભારત માટે છેલ્લી મેચ ૨૦૧૩માં વાનખેડે ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો. તે સચિન તેંડુલકરની પણ ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હતી. ઓઝાએ તે ટેસ્ટમાં ૧૦ વિકેટ લઈને ભારતની ઇનિંગ્સ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એમએસ ધોની બોલર્સનો કેપ્ટન હતો : પ્રજ્ઞાન ઓઝા

Leave a Comment