સુરત,તા.૨૦
ઉમિયાધામ રોડ પર આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ૧.૩૩ લાખના સાડીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. કારખાનામાં લાગેલી સીસીટીવીમાં તસ્કરો ચોરી કરતા હોવાનું નજરે પડે છે. જ્યારે એક શંકાસ્પદ રિક્ષા પણ સીસીટીવીમાં કેદ થઈ છે.
મોટા વરાછામાં આવેલી શીવધારા રેસીડેન્સીમાં મીલન રમેશભાઈ વોડદોરીયા પરિવાર સાથે રહે છે અને ઉમિયાધામ રોડ પર આવેલા કબીરવડ સોસાયટીમાં અમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. રાત્રીના સમયે તેમના કારખાનાનો દરવાજો તોડયા વગર નીચેથી સાડીઓ કાઢી ચોરી થઈ હતી. સવારે કારખાને આવતા ૧૩૩ નંગ સાડીની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ મીલને કારખાના અને આસપાસના સીસીટીવી ચેક કરતા તસ્કરોએ કારખાનામાંથી દરવાજા નીચેથી સાડીઓ કાઢી લીધી હોવાનું નજરે પડયું હતું. જ્યારે એક રિક્ષા પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. જેથઈ મીલને વરાછા પોલીસમાં સીસીટીવી આધારે ફરિયાદ નોંધાવી છે.
એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ૧.૩૩ લાખના સાડીની ચોરી કરી તસ્કરો ફરાર
Leave a Comment