બોલિવૂડ સિંગર કનિકા કપૂર હાલમાં લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે.થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, તેનો ત્રીજો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે.
જો કે, નવા સમાચાર મળી રહ્યા છે કે, હોસ્પિટલની લેબમાં તકનીકી કારણોસર કનિકાના ત્રીજા રિપોર્ટની તપાસ થઈ શકી નથી.
એક અખબારના અહેવાલ અનુસાર કનિકા સહિત વોર્ડમાં દાખલ 6 અન્ય શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ તકનીકી સમસ્યાને કારણે કનિકાના નમૂનાની તપાસ થઈ શકી નથી. જ્યારે તેની સાથેના રિપોર્ટના બાકીના લોકોનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કનિકાની તબિયત હવે સ્થિર છે. કનિકાની તબિયતમાં પહેલાથી સુધારણા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂરનો બીજો કોરોના ટેસ્ટ 24 માર્ચે થયો હતો. રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પીજીઆઈના સીએમએસ ડો.અમીત અગ્રવાલે તે સમયે કહ્યું હતું કે, કનિકાને કોરોના વોર્ડમાં દાખલ કરાઈ હતી, જેની સારવાર ઇમરજન્સી મેડિસિન, પલ્મોનરી મેડિસિન અને અન્ય ઘણા વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી રહી છે. તે હાલમાં આઇસોલેશન વોર્ડમાં છે