શ્રીનગર, તા.18 એપ્રિલ 2020, શનિવાર
ઉત્તરી કાશ્મીરમાં લોકડાઉનનો ઉલ્લંઘન કરીને નમાઝ પઢવા માટે મસ્જિદમાં પહોંચેલા લોકોને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.ટોળાએ ઉશ્કેરાઈને તેમના પર ભારે પથ્થરમારો કર્યો હતો.
બાંદીપોરા જિલ્લામાં શુક્રવારે એક મસ્જિદમાં નમાઝ પઢવા માટે 200 થી વધારે લોકો પહોંચ્યા હતા.આ વાતની ખબર મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસને જોઈને ટોળુ રોષે ભરાયુ હતુ અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.જેમાં છ પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
પોલીસે કહ્યુ છે કે,જેમણે પણ પથ્થરમારો કર્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.બીજી તરફ શ્રીનગરની એક મસ્જિદમાં નમાઝ પઢવા બદલ એક ઈમામ સહિત 20ની ધરપકડ કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કારણે પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે.હાલમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 328 જેટલી છે.