મુંબઈ,તા.૨૦
ફિલ્મ અભિનેતા વરૂણ ધવન ‘કુલી નંબર-૧’ના સેટ પર ઈજાગ્રસ્ત થયો છે. વરૂણને એડીમાં ઈજા થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને તેની જાણકારી આપી અને લખ્યું ‘બૂબૂ’. આ પહેલા વરૂણે ૨૧ ફેબ્રુઆરીના ‘કુલી નંબર-૧’ના ટ્રેલર રિલીઝની હિંટ પણ આપી હતી. વરૂણ અને સારાની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, રજત રવૈલ, જાવેદ જાફરી અને જોની લીવર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧ મે ૨૦૨૦ના રિલીઝ થશે.
આ પહેલા વરૂણે પોતાના પિતા ડેવિડ ધવનની સાથે ગોવાના બીચ પર એટીવીની સવારી લેતો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં પિતા-પુત્રની જોડી ખુબ ખુશ જોવા મળી રહી છે. વરૂણે આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- ડેડી કૂલ.
વરૂણની છેલ્લી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડી’એ બોક્સ ઓફિસ પર સામાન્ય પ્રદર્શન કર્યું હતું. તે ફિલ્મમાં વરૂણની સાથે શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી જોવા મળી હતી. તો સારા અલી ખાનની વાત કરીએ તો તેની ફિલ્મ ‘લવ આજકલ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.
‘કુલી નંબર ૧’ના સેટ પર વરૂણ ધવન ઘાયલ થયો
Leave a Comment