ઓટ્ટાવાઃ કેનેડામાં રવિવારે ગોળીબારીની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ આ ગોળીબારીમાં 10 લોકોના જીવ ચાલ્યા ગયા છે.આ ઘટના નોવા સ્કૉટિયામાં બની છે,જ્યાં એક સંદિગ્ધે લોકો પર ગોળીબાર કર્યો, જેમા 10 લોકોના મોત થયાં છે. કેનેડા પોલીસ મુજબ 12 કલાક સુધી ચાલેલ આ ઓપરેશનમાં એક પોલિસ અધિકારીનું પણ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય એક શખ્સ ઘાયલ થયો છે. ન્યૂજ એજન્સી મુજબ આ ગોળીબારમાં 10 લોકોના મોત થયાં છે,પરંતુ કેનેડા પોલીસનું કહેવું છે કે હજી સુધી મોતના આંકડાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
હુમલા બાદ પોર્ટપીક્યૂના નિવાસીને ઘરમાં જ રહેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ હુમલાખોર પોલીસની ગાડીમાં ત્યાં પહોંચ્યો હતો. જે બાદ હથિયારધારી હુમલાખોરે ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસના પ્રવક્તા ક્રિસ વેધરનું કહેવું છે કે હાલ મૃતકોની અમને જાણકારી નથી.આ 10 લોકોથી વધુ હોય શકે છે, મને હજી આના સાચા આંકડાની ખબર નથી.રવિવારે સવારે સંદિગ્ધ હુમલાખોરની તલાશ પૂરી થી હતી, હુમલાખોરને ઠાર માર્યો હોવાની વાતની હું પુષ્ટિ કરું છું.
આ હુમલામાં રોયલ કેનેડિયન માઉંટેડ પોલીસ કોન્સ્ટેબલ હેદી સ્ટીવેંસનનું મોત થઈ ગયું છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોએ આ ઘટનાને ભયાનક જણાવી છે.નોવા સ્કોટિયાના પ્રીમિયર સ્ટીફન મૈકલીને કહ્યું કે આ અમારા પ્રાંતના ઈતિહાસની સૌથી હિંસક ઘટનાઓમાની એક છે.પોલીસે જણાવ્યું કે, તેમને શનિવારે આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી. પોલીસે ટ્વીટ કરી જે ફોટો જાહેર કર્યો તે મુજબ હુમલાખોર 51 વર્ષીય ગૈબ્રિયલ વૉટમેન છે. તે કેનેડા પોલીસનો જવાન નથી,પરંતુ તેણે પોલીસનો પોશાક પહેરી રાખ્યો હતો.