રાજ્યસભાની ચૂંટણી નજીક આવી ત્યારે ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે.કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે પક્ષમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્ય જે.વી. કાકડીયાની પત્ની કોકિલા કાકડીયાએ મીડિયા સમક્ષ નિવેદન અપાયું હતું કે,કોગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સાથે ભાજપમાં જવાની વાત થઇ હતી.
જે.વી. કાકડીયાની પત્ની કોકિલા કાકડીયાએ જણાવ્યું હતું કે, હું પરેશભાઈને પૂછવા માગું છું કે, તમે 65 કરોડ રૂપિયા લઇને ભાજપના ગયા હોવાનો આક્ષેપ કર્યો છે તો 65 કરોડ રૂપિયા કેમ થાય તે પહેલા ગણો.બીજી વાત એ કે, તમે ખેડૂતોના પ્રશ્નો કેમ નથી રજૂ કરતા અને ખેડૂતોના પ્રશ્નો આવે ત્યારે કેમ મૌન હોવ છો.વીરજીભાઈને મારે કહેવું છે કે, પૈસા માટે કૌભાંડો તો તમે કર્યા છે અમે નથી કર્યા.અમારી ચોખ્ખી પાર્ટી છે અમે લોકોના પૈસા લીધા નથી અને લેવાના પણ નથી. વીરજીભાઈ તમે ખેડૂતોના ટાકાના પૈસા લઇ લીધા છે. ખેડૂતોના વિકાસ માટે તમે જે ફોર્મ બનાવ્યા હતા અને ખેડૂતો પાસેથી આઠ-આઠ હજાર લીધા હતા તેના ઘણા કેસો આજે પણ તમારા પર ચાલુ છે, એ સાંભળો પછી અમારી સામે આંગળી ચિંધજો.
કોકિલા કાકડીયા વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારો નક્કી કરવાના હોય છે ત્યારે મને ભરતસિંહનો ફોન આવ્યો.મને કહ્યું કે,એક ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ નક્કી થાય છે અને બીજો ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી નક્કી થાય છે. ત્યારે મારો મત એ હતો કે, મધુસુદનભાઈની ચાહન નથી અને શક્તિસિંહ જવા જોઈએ. પછી એમને મને પૂછ્યું કે,આપણે શું કરવું જોઈએ એટલે મેં કહ્યું કે, તમે કહો તમે અમારા નેતા છો અને તમે કહો તેમ કરવા માટે અમે તૈયાર છીએ. એટલે તેમને મને કહ્યું કે,આપણે ભાજપમાં જવાય એટલે મેં કહ્યું જવાય ઉગતા સુર્યને પૂજાય અને ત્યારબાદ કેવી રીતે જવું એ નક્કી કર્યું. પછી મેં કહ્યું ભાજપમાં જવા માટે એક ખાસ બાંહેધરી લેવી પડે કે આપણે ગયા પછી આપણા કામ થવા જોઈએ.આપણી નોંધ ત્યારે લોકો લેશે કે જયારે તેમના કામ થશે.