રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવના 43 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ ભાવનગરમાં એક 43 વર્ષીય નાગરિકનું મોત નિપજ્યું છે, તે સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ 3 લોકોને ભરખી ગયો છે. આ મહામારી સામે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર બાથ ભીડી રહ્યું છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
કોરોનાના કેસ વધતા AMC હરકતમાં આવ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસના દર્દીઓનું ફ્લાઈટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. AMC દ્ગારા 12 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટના પેસેન્જરોમાંથી 11 લોકોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. હાલ AMCએ આ લિસ્ટ જાહેર કરીને લોકોને પોતાના ઘરમાથી બહાર ના નીકળવા માટે અપીલ કરી છે અને તેમણે 155303 અથવા 104 પર માહિતી આપવા જાહેર જનતાને અપીલ કરી છે.હાલ આ ઘટનાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, આ 12 ફ્લાઇટમાં આવેલા 11 પેસેન્જરને લઇ જતા એક કેબ ડ્રાઇવરને પણ ઇન્ફેક્શન લાગ્યું હતું. જેના કારણે તે પણ પોઝિટીવ થયો હતો. જેથી આ 12 ફ્લાઇટમાં આવેલા મુસાફરો જે કોઇના પણ સંપર્કમાં આવ્યા હોય તે બધાને પણ સંક્રમણ થવાની શક્યતા છે. કોરોનાને કારણે ગુજરાતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જે ચિંતાનો વિષય છે.
AMC દ્ગારા 12 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેનો ઉદ્દેશ્ય મોટો છે. જેમા કહેવામાં આવ્યું છે કે, જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ ક્વોરેન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરીને જાણ કરવી.
આ માહિતી બાદ AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 15 પોઝિટીવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરેન્ટાઇન કરી દીધા છે. પરંતુ આ પેસેન્જરો અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો અમને જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય.