કોરોના વાયરસનું ઇન્ફેકશન ભયંકર રીતે દેશમાં ફેલાઇ રહ્યું છે. છેલ્લાં 48 કલાકમાં તો કોરોનાએ કહેર મચાવી દીધો છે. શુક્રવારે જ દેશમાં સૌથી વધારે 50 કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી દેશમાં કુલ 271 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાથી 4 લોકોના મોત થયા છે. ભારત સરકારની તરફથી લોકોને તેમના પ્રત્યે જાગૃત કરાઇ રહ્યા છે. ફેલાવતા રોકવા માટે કેટલાંય પગલાં ઉઠાવ્યા છે.
હાલ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના મતે 271 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું છે કે, રાજ્યમાં આઈટી કંપનીઓ તેમની ઓફિસ બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 59 કેસ સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના વાઈરસના રાજકોટ-સુરતના એક એક કેસ અને અમદાવાદ, વડોદરાના 3-3 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. આમ જોવા જઈએ તો તમામ કેસ વિદેશથી આવેલા ભારતીયોના છે, સ્થાનિક લોસરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
કોરોના સાથે જોડાયેલી કોઇ માહિતી લેવા કે આપવા માટે હેલ્પલાઇન નંબર +91-11-23978046 પર ફોન કરી શકો છો. આ સિવાય દરેક રાજ્યોએ પણ પોતાના હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
રોમમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લેવા જશે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર
એર ઈન્ડિયાનું 787 ડ્રીમલાઈનર વિમાન ઈટાલીથી રોમમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે રોમ જશે. આ વિમાન કાલે સવારે દિલ્હી પરત ફરશે. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુના સમર્થનમાં ગો એરે તેમની દરેક ફ્લાઈટ કેન્સલ કરી છે. ઈન્ડિગોએ તેમની ઉડાન ઘટાડવાની જાહેરાત કરી છે.કોમાં હજુ સુધી કોઈ કેસ નોધાયો નથી.