– વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, યુનિસેફ દ્વારા રસીકરણ ચાલુ રાખવા વિનંતી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યૂનિસેફ તરફથી કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં 24 દેશોએ રસીકરણનું કામ અટકાવી દીધું છે અને કોરોના વાયરસના કારણે 13 અન્ય દેશોમાં પણ રસીકરણ કાર્યક્રમને અસર પહોંચી છે.સંયુક્ત રાષ્ટ્રના સ્વાસ્થ્ય સંગઠનોએ મંગળવારે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં 11.7 કરોડ બાળકો ઓરીના ખતરાનો સામનો કરી રહ્યા છે,કારણ કે કેટલાક દેશોએ કોરોના વાયરસના ચેપની વચ્ચે રસીકરણ અભિયાન મર્યાદિત કરી દીધું છે.
ઓરી અને રુબેલાના ખતરાને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરની ભાગીદાર સંસ્થા ‘મીઝલ્સ એન્ડ રુબેલા ઇનિશિએટિવ’ના એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે આ ખૂબ જરુરી છે કે વર્તમાન મહામારી દરમિયાન અને પછી પણ રસીકરણ કાર્યક્રમ ચાલું રાખવો જોઈએ.કેમ કે રસીકરણ કાર્યક્રમ સ્થગિત થઈ જવાથી કુલ 11.7 કરોડ બાળકો પ્રભાવિત થઈ શકે છે. નિવેદનમાં કહેવાયું છે કે જો કોરોના વાયરસ સંક્રમણના પ્રસારના કારણે રસીકરણ અભિયાન રોકવું જરુરી છે તો અમે નેતાઓને આગ્રહ કરીએ છીએ કે જે બાળકોને રસી આપવામાં આવી નથી.


