– રાજપીપળા નજીકના વડીયા ગામની ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમની ગણતરીના કલાકોમાં ધરપકડ:૯ માં ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની બાળકી કુદરતી હાજતે જતા હવાસખોરે તેને નજીકની ઝાડીમાં લઇ જઇ ધમકી આપી બળાત્કાર કર્યો
રાજપીપળા : હાલ લોકડાઉનના કારણે તમામ શાળા કોલેજો બંધ છે ત્યારે બાળકો પણ ઘરમાં બેસી કંટાળ્યા હોય તેવામાં રાજપીપળા પાસેના વડીયાની સગીર વયની દીકરી કુદરતી હાજતે જતા તેની નજીક માં રહેતા એક યુવાને બળાત્કાર કરતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર વડીયા ગામની ૧૩ વર્ષીય બાળકી રાજપીપળાની એક સ્કૂલમાં ધોરણ-૯ માં અભ્યાસ કરતી હોય હાલ લોકડાઉન ના કારણે રજા હોય આ બાળકી નજીકમાં સીમતળાવ પાસે કુદરતી હાજતે ગઈ હતી એ સમયે બાળકીની નજીકમાં જ રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો જગદિશભાઇ વસાવા એ બાળકીને એકલી જોઈ પીછો કરી નજીકમાં જ પકડી લેતા તે બુમ પાડે તે પહેલા તેને ઢસડીને નજીકના ઝાડીમાં લઇ જઇ બળજબરીથી જમીન ઉપર સુવડાવી તારી સાથે સબંધ બાઘવા દે નહી તો તારૂ ગળુ દબાવીને મારી નાખીશ તેમ કહી શારીરિક અડપલા કરતા બાળકીએ પ્રતિકાર કરવા છતાં બળ જબરી પૂર્વક બાળકી પર બળાત્કાર કરી યુવાન નાસી છૂટ્યો હોય આ બાબતે રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર જીગ્નેશ ને ઝડપી બળાત્કાર,પોસ્કો સહિતની કલમો લગાવી કાયદેસર કાર્યવાહી કરી છે.તપાસ રાજપીપળા ટાઉન પી.આઈ.આર.એન.રાઠવા કરી રહ્યા છે.