રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં તેના કુટુંબ સાથે રહેતી એક મહિલાનો ટેસ્ટો પૉઝિટીવ આવ્યો છે જેને કારણે સંકૂલમાં ફફડાટ પેઠો છે.પૉઝિટીવ મહિલાનો પતિ રાષ્ટ્રપતિભવનમાં જ અન્ડ સેક્રેટરી કક્ષાનાં આઇએએસ અધિકારીની ઑફિસમાં કામ કરતો હતો.આ સંજોગોમાં અધિકારીએ પોતાની જાતે જ ખુદને ક્વોરેન્ટિન કરી દીધા છે અને મહાલને પૉઝિટવ કેસ આવતા 125 પરિવારોને ક્વોરેન્ટાઇન કરાયા છે જેમનાં સંપર્કમાં તે આવી હોય.કોરોના પૉઝિટીવ મળી રહેલી આ મહિલાને સારવાર માટે RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,જ્યારે પડોશમાં રહેતા અન્ય કૂલ 125 લોકોને તેમજ તેના પતિ તથા પરિવારના અન્ય સભ્યોને પણ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.
એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરનારા 100 થી વધુ સફાઇ કામદારો,માળીઓ અને અન્ય લોકો પણ આ સમય દરમિયાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યાં હતા.આ તમામને પણ સાવચેતીની સુચના અપાઇ છે. આ મામલો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં સાવચેતી સાથે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિની એસ્ટેટમાં રહેતી જે મહિલામાં કોરોના પૉઝિટીવ સામે આવ્યો છે તેની સાસુનું થોડા દિવસ પહેલા કોરોનાના કારણે મૃત્યું થયું હતું.તેઓ બાડા હિંદુરાવ વિસ્તારમાં રહેતા હતા. એક અહેવાલ મુજબ કોરોના પીડિત પોતાની સાસુના સંપર્કમાં આવી હોવાથી આ મહિલામાં પણ કોરોનો પૉઝિટીવ આવ્યો.રાષ્ટ્રપતિભવનમાં આ સમાચારને પગલે તંગ માહોલ સર્જાયો છે.

