મુંબઇ,તા.૨૦
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, કોરોના વાઈરસનો ભારત પર સિમિત પ્રભાવ પડશે પરંતુ ચીનની અર્થવ્યવસ્થાનો આકાર જોતા વૈશ્વિક જીડીપી અને વ્યાપાર પર નિશ્ચિતપણે તેનો પ્રભાવ પડશે. ભારતમાં માત્ર એક-બે ક્ષેત્રો પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે પરંતુ તે મુદ્દાઓ પાર પાડવા માટે વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ચીનમાં કોરોના વાઈરસના લીધે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અટકી ગઈ છે અને તેનો પ્રભાવ સમગ્ર ઉદ્યોગ જગત પર જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું, દેશના ઔષધી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્ર કાચા માલ માટે ઘણી હદ સુધી ચીન પર નિર્ભર છે અને તેની અસર જોવા મળી શકે છે.
તેમણે કહ્યું, નિશ્ચિતપણે આ મુદ્દો છે જેના પર ભારત કે અન્ય કોઈ પણ દેશમાં પ્રત્યેક નીતિ નિર્માતાઓએ નજર રાખવાની જરૂર છે. દરેક નીતિ નિર્માતા, નાણાંકિય સત્તાને કોરોના વાઈરસ મામલે નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ૨૦૦૩માં ફેલાયેલા સાર્સની સરખામણીએ તે ઘણો મોટો છે. તે સમયે ચીનની અર્થવ્યવસ્થામાં લગભગ એક ટકાની સુસ્તી આવી હતી.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે ચીન મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર છે અને સરકાર તથા નાણાંકિય સત્તા બંન્ને સ્તરે નીતિ નિર્માતાઓને તેને લઈને સતર્ક રહેવાની જરૂર છે. જો ચીન સરકાર સમસ્યાને કાબૂ કરવામાં સફળ થાય તો વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર ઓછી અસર થશે.
કોરોના વાયરસની ભારતમાં એક-બે સેક્ટરો પર જ અસર થશે : આરબીઆઇ ગવર્નર
Leave a Comment