કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.હકીકતમાં,એક મીડિયા અહેવાલના આધારે, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુ.એસ. કમિશને ભારતના કોરોના વાયરસ સાથે વ્યવહાર કરવાની રીત પર ચિંતા વ્યક્ત કરી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓની ધર્મના આધારે અલગ સારવાર કરવામાં આવે છે.
બુધવારે ‘યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમ’ (USCIRF) ની ટીકાને નકારી કાઢતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સ્પષ્ટ કહ્યું કે યુએસ કમિશનની ટીકા એક ભ્રામક અહેવાલને આધારે હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે,ધાર્મિક ઓળખના આધારે અમદાવાદમાં કોવિડ -19 ના દર્દીઓનું અલગ કરવાની વાત છે.
ભ્રામક અહેવાલ ફેલાવી રહ્યુ છે કમિશન: MEA
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે યુ.એસ. કમિશનની ટિપ્પણી પૂરતી નથી,જે હવે ભારતમાં કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે વ્યાવસાયિક તબીબી પ્રોટોકોલ પર ભ્રામક અહેવાલો ફેલાવી રહી છે.
ધાર્મિક રંગ આપવાનું બંધ કરે કમિશન
પ્રવક્તાએ ફરી કહ્યુ કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ધર્મના આધારે છૂટા પાડવામાં આવતા નથી.શ્રીવાસ્તવે કહ્યું કે યુએસસીઆઈઆરએફએ કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા ભારતના રાષ્ટ્રીય લક્ષ્યને ધાર્મિક રંગ આપવાનું બંધ કરવું જોઈએ.
આ અગાઉ, યુ.એસ. કમિશન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે,હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ છૂટા પાડવામાં આવી રહ્યા છે એવા સમાચારોથી ચિંતિત છે.તેમણે કહ્યું હતું કે,’આવા પગલાથી ભારતમાં મુસ્લિમોને કલંકિત કરવાની ઘટનાઓમાં વધારો કરવામાં મદદ મળશે અને મુસ્લિમો કોવિડ-19 ફેલાવી રહ્યા છે તેવી અફવાઓને વધુ તીવ્ર બનાવશે.’