કોરોના વાયરસને પહોંચી વળવા માટે સરકારે જે સખ્ત પગલા ઉઠાવ્યા છે તેની સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરી છે. કોર્ટે માન્યું છે કે સરકાર તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે અને ટીકાકારો પણ પ્રશંસા કરી રહ્યા છે. દેશનાં ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે આખો દેશ એ માની રહ્યો છે કે સરકાર કોરોનાને લઇને તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે. સરકાર ઘણું સારું કામ કરી રહી છે.
કોવિડ-19 ટેસ્ટિંગ લેબને વધારવા માટેની અરજી
સુપ્રીમ કોર્ટમાં કોરોનાથી જોડાયેલી એક અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરવામાં આવી. અરજીમાં માંગ ઉઠી હતી કે કોરોનાને પહોંચી વળવા માટે સરકારને વધારે જરૂરી પગલા ઉઠાવવાનું કહેવામાં આવે. કોવિડ 19 ટેસ્ટ કરનારી લેબને વધારવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે કોરોના લેબ ટેસ્ટિંગ સેન્ટર વધારવાની અરજી સરકારને રેફર કરી છે.
અમે સરકારનાં પગલાંથી સંતુષ્ટ – સુપ્રીમ કોર્ટ
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, “અમે સરકારનાં પગલાથી સંતુષ્ટ છીએ. આ સંકટને પહોંચી વળવા માટે ઘણી ઝડપથી પગલાં ઉઠાવવામાં આવ્યા છે. ટીકાકારો પણ માની રહ્યા છે કે સરકારે ઠીક કામ કર્યું. આ રાજનીતિ નથી તથ્ય છે.” આ બેંચમાં જસ્ટિસ એલ.એન. રાવ અને સૂર્યકાંત સામેલ હતા.
સુનાવણી દરમિયાન કોર્ટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે જરૂરી સુનાવણી માટે કયા વકીલ સુપ્રીમ કોર્ટ પરિસરમાં જશે તેની જવાબદારી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં અદ્યક્ષની હશે.