મહેસાણા જિલ્લામા અત્યાર સુધી (corona) કોરોના કુલ ચાર કેસ નોંધાયા છે.આજે કોરોનાના બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.બંને દર્દીને વડનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે.બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના બે (corona) પોઝીટીવ કેસ બાદ તંત્ર સતર્ક બન્યું છે.પોઝિટિવ કેસ ધરાવનારના પરિવારના લોકોના સેમ્પલ લેવાયા છે.જેમાં સાત વ્યક્તિઓના લેવાયા જોકે તમામના સેમ્પલ નેગેટિવ આવતા લોકોએ રાહતને શ્વાસ લીધો.સાતેય લોકોને ડીસા આઇસોલેશનમાં રખાયા હતા.
મહેસાણા જિલ્લામા અત્યાર સુધી કોરોના કુલ ચાર કેસ નોંધાયા
આજે પણ રાજ્યમાં 50 કેસો નવા આવ્યા છે.એમાંયે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં વધુ 31 કેસો બહાર આવ્યા છે. આજે સુરતમાં 9, ભાવનગરમાં 1 કેસ,દાહોદમાં અને ગાંધીનગરમાં એક કેસ વધ્યો છે.અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે,શહેરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 351 પર પહોંચી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના બે પોઝીટીવ કેસ બાદ તંત્ર સ
45માંથી 21 પુરૂષ અને 24 મહિલાઓમાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં 9 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 527 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ એટલે રિકવરી આવે છે.અત્યાર સુધી 55 દર્દીઓ સાજા થયા છે જ્યારે 26નાં મોત થયા છે.ધીમેધીમે કોરોના એ ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે.ગુજરાતમાં વડોદરા અને અમદાવાદ એ હોટસ્પોટ બનતા જાય છે.