– કોવિડ-19ને કારણે માગ ઘટતા ભાવ 1999 પછીના સૌથી નીચલા સ્તરે, બ્રેન્ટ 7.2% ઘટ્યું
– અમેરિકામાં ઓવરફલોની સ્થિતિને કારણે રેટ નેગેટીવ થયો : ઐતિહાસિક માઇનસ ૩.૭૦ ડોલર પ્રતિ બેરલ ભાવ થયો :કોરોનાને કારણે માંગ નહિવતઃ ક્રુડનો ભાવ એક સમયે ગગડીને માઇનસ ૪૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતોઃ ક્રુડનો ભાવ બોટલ બંધ પાણીથી પણ ઓછો એટલે કે ૭૭ પૈસે પ્રતિ લીટર થઇ ગયો
અમેરિકાના ઓકહાલોમામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રૂડ સ્ટોરેજમાં વધુ ક્રૂડ ભરવાની જગા નહીં રહેતાં ભાવમાં 86 ટકાનો કડાકો બોલાયો હતો અને $2.50 થયું હતું.કોવિડ-19ને કારણે અમેરિકામાં ક્રૂડની માગમાં જબરજસ્ત ઘટાડો થતાં અને અનેક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિને કારણે ઔધોગિક માગ પણ તળિયે પહોંચતા તેની ગંભીર અસર જોવાઈ છે.અમેરિકાના 10 રાજ્યોમાં તો ગેસોલીનના ભાવ મલ્ટી-યર નીચલા સ્તરે ગબડ્યા છે.મોટા માલભરાવાની સ્થિતિને કારણે અમેરિકન ક્રૂડ તરીકે ઓળખાતું WTI એક જ દિવસમાં 86 ટકા તૂટીને બેરલદીઠ 2.50 ડોલર ક્વોટ થતું હતું જે આગલા દિવસની સામે 15.44 ડોલરનો જબ્બર ઘટાડો દર્શાવતું હતું. WTIની પાછળ બ્રેન્ટ ક્રૂડના ભાવ 7.2 ટકા ઘટીને બેરલે 26.22 ડોલર થઈ ગયા હતા.
ઓકલાહોમા ખાતે કુશિંગ ક્ષેત્ર અમેરિકાનું સૌથી મોટું ઓઇલ સ્ટોરેજ સેન્ટર છે અને ત્યાં નવા ક્રૂડનો સમાવેશ કરી શકાય તેવી સ્થિતિ જ નહીં હોવાનું એસએમકે કોમેક્સના એનર્જી એનાલિસ્ટ મહેશ શાહનું કહેવું હતું કે,આને કારણે WTIમાં લોંગ પોઝિશન લેનારાઓએ વર્તમાન મે કોન્ટ્રાક્ટમાં પોઝિશન સરખી કરવાનું વલણ આપનાવ્યું છે.આને કારણે જુલાઇ અને મે વચ્ચેના ફયુચરના ભાવમાં લગભગ 23-24 ડોલરનો ફરક થઈ ગયો છે.આને કારણે અમેરિકન ક્રૂડના ભાવ 1999 પછીના સૌથી નીચલા સ્તરે ગબડ્યા છે.
વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ્સ (WTI)ના વર્તમાન અને આગામી મહિનાના કોન્ટ્રાક્ટ વચ્ચેના ભાવ ફરકને કારણે હેજીંગના કામકાજમાં મોટો ઊછાળો આવ્યો છે.હાલ સ્પોટમાં પેનિકની સ્થિતિ છે જ્યારે લોંગ કોન્ટ્રાક્ટ ફયુચરના ભાવ ઊંચા રહેતાં તેમાં ખરીદનાર જોવા મળે છે.હાલ સ્ટોરેજની ક્ષમતા ફુલ થઈ ગઈ હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ છે પણ નીચા ભાવને જોતાં સ્પોટમાં ઝડપથી ખરીદી વધશે એમ એનાલિસ્ટોનું માનવું છે.ઓપેક દ્વારા 1લી મે થી દૈનિક 97 લાખ ટન ઉત્પાદન કાપનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી ભાવમાં ઘટાડો કેટલો આગળ વધશે તો ઓપેક,રશિયા અને અમેરિકા દ્વારા વધુ ઉત્પાદન કાપનું પગલું ભરવામાં આવે તેવી શક્યતા પણ વ્યકત કરવામાં આવે છે.
કોરોનાની મારને કારણે ક્રુડના ભાવમાં ઐતિહાસિક કડાકો બોલી ગયો છે અમેરિકામાં ક્રુડનો ભાવ બોટલ બંધ પાણીથી ઓછો એટલે કે લગભગ ૭૭ પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડીયા ક્રુડનો ભાવ ગગડીને લગભગ શુન્ય થઇ ગયો હતો.જો કે આનો અર્થ એ નથી કે ભારતમાં ક્રુડ મફતમાં મળવા લાગશેે.અમેરિકી બેન્ચમાર્ક ક્રુડ વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડીયા (ડબલ્યુ ટી આઇ) માટે ગઇકાલનો દિવસ સૌથી ખરાબ રહ્યો હતો.ક્રુડનો ભાવ માઇનસ ૩.૭૦ ડોલર પ્રતિ બેરલના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો હતો.ક્રુડની ડીમાન્ડ ઘટતા આવું થયું છે. વિશ્વમાં હાલ કોરોનાનું સંકટ છે.વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન હોવાને કારણે બધુ જ બંધ છે તેથી વિશ્વભરમાં ક્રુડનું વેચાણ થતુ નથી તેથી ક્રુડની ડીમાન્ડ ઘટી છે.વાત એમ છે કે અમેરિકા પાસે એક રીતે ક્રુડ તેલનો ભંડાર ક્ષમતા કરતાં વધુ થઇ ચૂકયો છે.ત્યાં સ્ટોરેજ સુવિધાઓ પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયો છે.એસએન્ડપી ગ્લોબલ પ્લેટસના મુખ્ય વિશ્લેષક ક્રિસ એમ.ના મતે ત્રણ સપ્તાહની અંદર ક્રુડ તેલની તમામ ટેન્ક ભરાઇ જશે.એવામાં આગળ તેલના ઉત્પાદન માટે જરૂરી છે કે હાલના ભંડારને ખાલી કરાય.એક બાજુ અમેરિકાની પાસે તેલ રાખવાની જગ્યા બચી નથી.બીજી બાજુ કોરોના વાયરસ સંકટના લીધે માંગમાં ઘટાડો આવતા કોઇ વેપારી હાલ ક્રુડ તેલ ખરીદીને પોતાની પાસે રાખવાની સ્થિતિમાં નથી.આથી ગઇકાલે બપોર બાદ વોલ સ્ટ્રીટમાં શેર પણ તૂટયો.એસએન્ડપી-પ૦૦ માં ૦.૯ ટકાનો ઘટાડો આવ્યો.પરંતુ સૌથી વધુ ડ્રામાં ક્રુડ તેલના બજારમાં થયો.જયાં મે ડીલીવરી અમેરિકન ક્રુડ તેલના ભાવ શૂન્યથી નીચે એટલે કે માઇનસ ૩.૭૦ ડોલર,બેરલ પહોંચી ગયો.આવું પહેલી વખત બન્યું છે કે અમેરિકન ક્રુડ તેલના ભાવ નેગેટીવમાં જતા રહ્યા હોય.અમેરિકન ક્રુડ તેલના ભાવ ચોકકસ ઇતિહાસમાં પહેલી વખત માઇનસમાં પહોંચ્યો છે પરંતુ અહીં આપને જણાવી દઇએ કે આ ઘટાડો માત્ર મે મહિના માટે છે મે મહિનાની ડીલીવરી માટે તેલ સોદો ર૧ એપ્રિલ એટલે કે મંગળવાર છેલ્લો દિવસ છે પરંતુ આશા છે કે તેલની માંગ વધતા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે.તેને તમે એ રીતે સમજી શકો છો કે કોઇ દુકાનદાર પોતાનો સ્ટોક ખાલી કરવા માટે સામાનને રસ્તો કરી દે.WTI માં ક્રુડનો ભાવ ગઇકાલે ઘટી ૦ ડોલર થઇ ગયો હતો પહેલા શરૂઆત ૧૮.ર૭ ડોલર પ્રતિબેરલ થઇ હતી.પછી ૧ ડોલર પછી શુન્ય અને બાદમાં નેગેટીવ થઇ ગઇ હતી.૧૯૪૬ બાદ પહેલી વાર આવું થયું છે.હવે જોવાનું છે કે ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ ઘટે છે કે નહિ.વર્ષના પ્રારંભે ક્રુડ ૬૭ ડોલર પ્રતિ બેરલ એટલે કે ૩૦.૦૮ રૂપિયા પ્રતિ લીટર હતું.૧ર મી માર્ચે કોરોના શરૂ થયો ત્યારે ૩૮ ડોલર એટલે કે ૧૭.૭૯ રૂ.લીટર થયું ૧લી એપ્રિલે ક્રુડ ર૩ ડોલર થયું એટલે કે પ્રતિ લીટર ૧૧ રૂ. થઇ ગયુ હતું ક્રુડનો ભાવ ૧ કપ કોફી કે બોટલ બંધ પાણીથી પણ સસ્તુ થઇ ગયું છે.


