અમદાવાદ, તા. 13 એપ્રિલ 2020 સોમવાર
રાજ્યમાં કોરોનાના વધુ 22 કેસ સાથે કુલ 538 પોઝિટિવ કેસ નોંધાયા છે.અમદાવાદમાં 13, સુરતમાં 5, બનાસકાંઠામાં 2, આણંદ અને વડોદરામાં એક-એક કેસ નોંધાયા છે. આ સાથે ત્રણ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 47 દર્દીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધારે 295 કેસ નોંધાયા
તો વળી વધુ બે દર્દીના મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ 26 લોકોના મોત થયા છે. જે બે દર્દીના મોત થયા તેમા એક અમદાવાદના છે જ્યારે બીજો દર્દી વડોદરાનો છે.તેને ડેન્ગ્યુ હતો. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે 295 કેસ નોંધાયા છે. વડોદરામાં 102,સુરતમાં 33, રાજકોટમાં 18, ગાંધીનગરમાં 15 ભાવનગરમાં 23, પાટણમાં 14 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં 2 હજાર 263 રિપોર્ટ કરવામાં આવ્યા છે.
કુલ 22 પોઝિટીવ કેસ માંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે રાજ્યનાં 20 જેટલા જિલ્લાઓમાં કોરોના વાયરસ પ્રસર્યો છે.જ્યારે રાજ્યમાં કુલ આંકડો 538 પર પહોંચ્યો છે. કુલ 25 દર્દીઓનાં મોત નિપજ્યાં છે,જ્યારે સારવાર દરમ્યાન સાજા દર્દીઓની સંખ્યા 44 છે જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.