ચીનમાં કોરોના વાયરસ ફરી એક વખત સક્રિય થવાનો ડર સતાવી રહ્યો છે. તદ્ઉપરાંત ચીનમાં વિદેશીઓ દ્વારા આવી રહેલ આ બાબતોના કારણે આ સવાલ સામે આવ્યો છે કે ક્યાંય કોરોના ફરી વખત દેશમાં તબાહી મચાવી ન દે.
નેશનલ હેલ્થ કમીશ્નરના એક સભ્યએ ચીનમાં સંક્રમણના બીજા તબક્કાની શરૂઆત થવાનો ખતરો સામે આવ્યો છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના મતે શનિવાર (28 માર્ચ)ના ચીનના મુખ્ય વિસ્તારમાં કોવિડ-19ના 45 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 44 બાબતોમાં વિદેશીઓ દ્વારા આવ્યા છે. શનિવારના જ વુહાનમાં 5 લોકોના વધુ મોત નિપજ્યા હતા.
ત્યાર પછી એરલાઇન્સને રવિવારથી આંતરરાષ્ટ્રીય ઉડાનમાં ઝડપી પ્રતિબંધ મુકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. દેશમાં પ્રવેશ કરનાર વિદેશીઓ પર પ્રતિબંધ શનિવારથી અમલી બન્યો હતો.
ચીનમાં અત્યાર સુધી 81439 લોકો આ ઘાતક વાયરસના સંક્રમણમાં સપડાયા છે. જ્યારે 3300 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. શરૂઆતમાં ચીન પર કોરોના વિરૂધ્ધ મોડી કામગીરી શરૂ કરવાના આરોપ પણ લાગ્યા અને તેમની ઘણી નિંદા પણ થઇ, જોકે, ત્યાર પછી કોરોના વાયરસથી લડવા માટે ચીને લીધેલા પગલાઓને ડબલ્યુએચઓએ પણ બિરદાવી હતી.