ચીનની અર્થવ્યવસ્થાને તગડો ઝટકો,44 વર્ષ બાદ GDPમાં તોતિંગ ઘટાડો ચીનની જીડીપીમાં 1976ની વિનાશક સાંસ્કૃતિક ક્રાંતિ બાદની અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો બોલ્યો છે.વર્ષ 2020માં પ્રથમ ત્રણ માસમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.આ સમયે કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવા માટે ઉઠાવેલા પગલાંથી વિશ્વભરની અર્થવ્યવસ્થા લકવાગ્રસ્ત થઈ ગઈ છે.
ચીનના રાષ્ટ્રીય સાંખ્યક બ્યૂરો દ્રારા શુક્રવારે 2020ની પ્રથમ ત્રિમાસિક (જાન્યુઆરીથી માર્ચ)માં ચીનનું ઘરેલું ઉત્પાદન 20,650 અરબ યુઆન (આશરે 2910 અરબ ડોલર) રહ્યું છે. જેમાં ગત્ત વર્ષની અવધિના મુકાબલે 6.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એનબીએસના આંકડાઓ પ્રમાણે ત્રણ મહિનાના પહેલા બે મહિનામાં 20.5 ટકાનો ઘટાડો આવ્યો હતો.આ રીતે ત્રીજા મહિનામાં અપેક્ષિત સુધારો આવ્યો છે.ચીનની અર્થવ્યવસ્થા 2019માં 6.1 ટકાની વૃદ્ધી નોંધાઈ છે.અમેરિકાની સાથે વેપાર યુદ્ધના કારણે વૃદ્ધી દર ગત્ત 29 વર્ષમાં ખૂબ જ ઓછો છે.પણ છ ટકા મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર છે.
ગત્ત વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં સામે આવેલા કોરોના વાઈરસે ચીન સહિત વિશ્વભરના દેશોને પ્રભાવિત કર્યું છે.નવા આવેલા આંકડાઓથી સાફ છે કે,ચીનની અર્થવ્યવસ્થાને તગડો ઝટકો લાગ્યો છે. જે પહેલાથી જ નબળા સમયમાંથી પસાર થઈ રહ્યું હતું.