કોરોના વાયરસ મહામારી સ્વાસ્થ્ય સંકટની સાથે જ હવે વૈશ્વિક ગતિરોધનું કારણ બનતો જઇ રહ્યો છે.દુનિયાનાં તમામ દેશ વાયરસની પાછળ ચીનનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ ધમકી આપી છે અને હવે જર્મનીએ તો ચીન પાસે ભારેભરખમ વળતર પણ માંગ્યું છે.એટલે કે કોરોનાનાં જનક ચીનની પાછળ દુનિયા પડી ગઈ છે.અમેરિકા ઉપરાંત અનેક યૂરોપીય દેશોની માફક જર્મની પણ ચીનને જ કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર માને છે.
જર્મનીએ ચીનને 149 બિલિયન યૂરોનું બિલ મોકલ્યું
જર્મનીમાં અત્યાર સુધી લગભગ દોઢ લાખ કોરોના કેસ સામે આવી ચુક્યા છે અને અહીં 4500થી વધારે લોકોનાં મોત થયા છે.કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા,ઇટાલી,સ્પન અને ફ્રાન્સ બાદ જર્મની પાંચમાં નંબર પર છે.એટલે કે જર્મનીમાં પણ કોરોનાએ ભારે તબાહી મચાવી છે.આ તબાહીથી ગુસ્સે ભરાયેલા જર્મનીએ ચીનને હિસાબ ચુકતો કરવા કહ્યું છે જર્મનીએ ચીનને 149 બિલિયન યૂરોનું બિલ મોકલ્યું છે,જેથી કોરોના વાયરસથી થયેલા નુકસાનનું વળતર કરી શકાય.
અમેરિકા પણ બિલ મોકલવા માટે કરી રહ્યું છે તૈયારી
આમાં 27 બિલિયન યૂરો ટૂરિઝમથી થયેલું નુકસાન,7.2 બિલિયન યૂરો ફિલ્મ ઇન્ડસ્ટ્રી,જર્મન એરલાઇન્સ અને નાના બિઝનેસને થયેલા 50 બિલિયન યૂરોનાં નુકસાનનું બિલ ચીનને મોકલવામાં આવ્યું છે.જર્મનીએ કોરોનાનાં કારણે પોતાને થયેલું નુકસાન ફક્ત ગણાવ્યું જ નથી,પરંતુ તેનું બિલ પણ ચીનને મોકલી દીધું છે.તો અમેરિકી તપાસ ટીમ પણ આ માટે તૈયાર બેઠી છે. રવિવારનાં વ્હાઇટ હાઉસમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વુહાનથી કોરોનાની શરુઆત થઈ અને ચીનથી અમે ખુશ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધી છે ખુલ્લી ધમકી
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ વાતની તપાસ કરી રહ્યું છે કે આ જીવલેણ વાયરસ શું ચીનની લેબમાં પેદા કરવામાં આવ્યો છે? આ માટે અમે ચીન જવા ઇચ્છીએ છીએ અને સમજવા ઇચ્છીએ છીએ કે આખરે શું થયું? આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે જો ચીન કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર નીકળ્યું તો તેણે યાદ રાખવું જોઇએ કે તેના પરિણામો તેણે ભોગવવા પડશે.


