કોરોના વાયરસના તોળાઈ રહેલા સંકટ વિશે જો બેઈજિંગે એડવાન્સમાં ચેતવણી આપી હોત તો, અમેરિકા અને વિશ્વ આ જીવલેણ મહામારીને પહોંચી વળવા માટે તૈયાર કરી શકતઃ કોરોના વાયરસ અંગે ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ સાથે વાત કરી
વોશિંગ્ટન, તા.૨૩: સમગ્ર વિશ્વમાં ૧૩ હજાર લોકોનો ભોગ લેનાર જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વિશેની માહિતી શેર કરવાને બદલે રહસ્યની જેમ છુપાવી રાખવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીને સામે આકરા પ્રહારો કર્યા છે.ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે કોરોના વાયરસના તોળાઈ રહેલા સંકટ વિશે જો બેઈજિંગે એડવાન્સમાં ચેતવણી આપી હોત તો,અમેરિકા અને વિશ્વે આ જીવલેણ મહામારીને પહોંચી વળવા માટે બહેતર તૈયારી કરી હોત.જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમેરિકી ગુપ્ત અહેવાલોમાં કોરોના વાયરસની મહામારી હાહાકાર મચાવવાની અકીલા ચેતવણી આપવામાં આવી હોવાના અહેવાલોને ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં નકારી કાઢયા હતા અને જણાવ્યું કે કોરોના વાયરસની પ્રકોપ જાહેરમાં બહાર આવવાની શરૂઆત થઈ ત્યાં સુધી અમેરિકા તેના વિશે કશું જ જાણતું ન હતું.તેમણે પત્રકારોને જણાવ્યું કે તમે આને સમજો,ચીન અહીં લાભમાં રહ્યું નથી. ચીનમાં કરોડો લોકો છે.ચીનને આના અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડયા છે.તેમણે એવું પણ કહ્યું કે મેં ચીનના રાષ્ટ્રપતિ શી- જિનપિંગ સાથે વાત કરી છે.હું માત્ર એવું વિચારૃં છું કે જો ચીને અગાઉ આ મહામારી વિશે જાણ કરી દીધી હોત.ચીન જાણતું હતું કે તેમને ત્યાં પહેલાથી સમસ્યા હતી.ટ્રમ્પ એક સપ્તાહથી પણ વધુ સમયથી દરરોજ વ્હાઈટ હાઉસના પત્રકારોને સંબોધન કરી રહ્યા છે અને પ્રત્યેક પત્રકાર પરિષદ એક કલાકથી પણ વધુ સમયની હોય છે.તેમણે પત્રકારોને એવું પણ કહ્યું કે ચીને કોરોના વાયરસને એક રહસ્યની જેમ છુપાવી રાખ્યો અને બહુ છુપાવ્યો,આ બાબત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે એવો પુનરોચ્ચાર કર્યો કે તેઓ ચીનનો ભારે આદર કરે છે અને ચીનના રાષ્ટ્રપતિ શી- જિનપિંગ સાથે તેમના બહુ સારા સંબંધો છે.જિનપિંગ મારા મિત્રછે.