વોશિંગ્ટન તા. ૧૫ : વિશ્વના સૌથી પાવરફુલ દેશ અમેરિકામાં હાલમાં જીવલેણ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે.અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨૮ લોકોના મોત થયા છે,જે એક જ દિવસમાં સૌથી વધારે મોત હોવાનો રેકોર્ડ છે.દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે કેસ પણ છે.
વેબસાઈટ વર્લ્ડઓમીટર અનુસાર,અમેરિકામાં હાલમાં સંક્રમણના ૬,૧૩,૮૮૬ કેસ છે. તેમાંથી ૫,૪૯,૦૧૯ એકિટવ છે,જયારે ૧૩,૪૭૩ ગંભીર રીતે બીમાર છે.દેશમાં હજુ સુધી ૨૬,૦૪૭ લોકોના મોત થયા છે,જે કોઈપણ દેશમાં સૌથી વધારે છે.વેબસાઇટ અનુસાર અમેરિકામાં હજુ સુધી ૩૮,૮૨૦ લોકો રિકવર થઈ ગયા છે.સંક્રમણના સૌથી વધારે કેસ ન્યૂયોર્કમાં છે.દેશમાં ૨૬,૦૪૭ લોકોના મોત થયા છે તેમાં સૌથી વધારે મોત ન્યૂયોર્ક શહેરમાં થયા છે. ન્યૂયોર્કમાં હજુ સુધી ૧૦,૮૩૪ લોકોના મોત થયા છે.સહેરમાં સંક્રમણના સૌથી વધારે ૨,૦૩,૧૨૩ કેસ છે.કોરોના વાયરસ સંક્રમણના વૈશ્વિક આંકડા વધીને ૨૦ લાખ થઈ ગયા છે.મહામારીથી સંક્રમિત થયેલ લોકોના કુલ આંકડા ૧૯,૯૮,૧૧૧ છે, જયારે ૧,૨૬,૬૦૪ લોકોના મહામારીને કારણે મોત થયા છે.અમેરિકા બાદ ૧,૭૪,૬૦ કેસ સાથે સ્પેન બીજા નંબર પર છે,જયારે મોતના મામલે ઇટલી બીજા નંબર પર છે.ઇટલીમાં અત્યાર સુધીમાં ૨૧,૦૬૭ લોકોના મોત થયા છે.સ્પેનમાં ૧૮,૨૫૫ મોતની સાથે ત્રીજા નંબર પર છે.