નવી દિલ્હી: કોરોના ફેલાવાના આરોપી તબલીગી જમાત અને મોલાના સાદના સમર્થનમાં મૌલાના અલી કાદરીએ ભારતીય મીડિયાને ધમકી આપી છે. કાદરીએ કહ્યું કે, જમાતની સામે ષડયંત્ર બંધ ન થયું તો TV રિપોર્ટર્સનું બહાર નિકળવું મૂશ્કેલ થઈ જશે. અલી કાદરીએ કહ્યું કે, TV ચેનલ પર મૌલાના સાદના નામને ઈજ્જતથી લો, મુસ્લિમોની સામે ષડયંત્ર બંધ કરો.
અલી કાદરીએ કહ્યું કે, જો ન્યૂઝ ચલાવવા છે તો હદ્દમાં રહો. તેણે કહ્યું કે મૌલાના સાદનું નામ ઈજ્જતથી ના લીધું તો રિપોર્ટર્સનું બહાર નિકળવું મુશકેલ થઈ જશે.
તમને જણાવી દઇએ કે, તબલીગી જમાત ના મૌલાના સાદની સામે ફરિયાદ નોંધ્યા બાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હવે તેની શોધ કરી રહ્યું છે. તેની શોધમાં જુદી જુદી જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. સાથે સાથે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે 26 સવાલોનું લિસ્ટ તૈયાર કરી નોટિસ બનાવી મૌલાના સાદના ઘર પર મોકલી છે. જેમાં જાણકારી માગવામાં આવી છે કે, કઈ રીતે આ મરકઝમાં લોકો આવી રહ્યાં હતા. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધીમાં કેટલા લોકો આવ્યા છે. કેવી રીતે મરકઝનું આયોજન થાય છે.
સવાલોની નોટિસ પર મૌલાના સાદે તેના સંચાલકો દ્વારા મેસેજ મોકલાવ્યો છે અને કહ્યું છે કે, તેણે પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી લીધો છે અને જ્યારે મરકઝ ખુલશે ત્યારે તે સવાલોના જવાબ આપશે.