– એક રિપોર્ટ મુજબ ચાર લાખ લોકોના મોતનો ભય : જાપાનમાં હજુ સુધી ૮૬૨૬ લોકો કોરોના પોઝિટિવ રહ્યા
ટોકિયો : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે જાપાનમાં હવે ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.જાપાનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.જાપાનના વડાપ્રધાને દેશમાં વધતા જતાં કેસોને ધ્યાનમાં લઇને છઠ્ઠી મે સુધી ઇમરજન્સીની જાહેરાત કરી છે. જાપાનમાં ૮૬૨૬ લોકો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે.૧૭૮ લોકોના મોત પણ થઇ ચુક્યા છે.એક રિપોર્ટ આવ્યા બાદ જાપાન સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે.આ રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે,ચાર લાખ લોકોના મોત થઇ શકે છે.
હાલમાં સાવચેતીના પગલારુપે ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.ટોકિયો,ઓસાકા અને અન્ય પાંચ પ્રાંતોમાં પહેલાથી જ ઇમરજન્સીની જાહેરાત થઇ ચુકી છે.જો કે,આ લોકડાઉનથી અલગ છે.ઇમરજન્સીમાં પણ કોઇપણ બિઝનેસને બંધ કરવા માટે માન્ય કરી શકાશે નહીં.બીજી બાજુ કેટલીક કંપનીઓએ જાણી જોઇને વર્ક ફોર હોમ પોલિસી અમલી કરી છે.જાપાનમાં હાલમાં માત્ર એવા જ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.જેમની અંદર કોરોનાના લક્ષણ દેખાયા છે.આવા રિપોર્ટ આવ્યા બાદ સિંજો સરકારને એવી દહેશત છે કે,દેશમાં મોટાપાયે કોરોનાનાકેસો ખુલી શકે છે.દેશમાં હવે રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.૮ લાખ ૫૦૦૦૦ લોકોને વેન્ટીલેટરની જરૂર પડી શકે છે.કાંગવા,ચીબા,ફુકુઓકોમાં ઇમરજન્સીની જાહેરાત થઇ ચુકી છે.