અમદાવાદ સ્થિત ફાર્મા સેઝ ખાતે કંપનીની ફોર્મ્યૂલેશન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે ઉત્પાદન કરાશે
નવી દિલ્હી,
અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે કહ્યું હતું કે તેને ચોક્કસ પ્રકારના કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઈમેટિનિબ મેસિલેટ(Imatinib Mesylate) ટેબ્લેટ માટે અમેરિકન હેલ્થ રેગ્યૂલેટર(USFDA)ની અંતિમ મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે તેને 100 mg અને 400 mgની આ દવાનું વેચાણ કરવા માટે યુએસ એફડીએ તરફતી અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ દવા ગ્લીવેક ટેબ્લેટનું જેનરિક વર્ઝન છે.
કંપનીએ કહ્યું હતું કે આ દવા ચોક્કસ પ્રકારના લ્યૂકેમિયા(બ્લડ કેન્સર), બોન મેરો ડિસઓર્ડર, સ્કિન કેન્સર અને પેટની ગાંઠ તથા ડાઈજેસ્ટિવ સિસ્ટમ સંબંધિત બીમારીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દવાનું ઉત્પાદન અમદાવાદ સ્થિત ફાર્મા સેઝ ખાતે કંપનીની ફોર્મ્યૂલેશન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે અમેરિકામાં તેણે 2003-04માં ફાઈલિંગ પ્રોસેસ શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં 285 એપ્રુવલ મળી ગયા છે અને 386થી વધુ એબ્રિવિયેટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન(ANDA) ફાઈલ કરાવ્યા છે.