અમદાવાદ,તા.૨૧
૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે યુએસએના રાષ્ટપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેમના બંદોબસ્તમાં આખા રાજ્યમાંથી પોલીસને અમદાવાદ બંદોબસ્તમાં બોલાવવામાં આવ્યા છે. તેના ભાગ રૂપે સુરતના ૮૪૬, નવસારીના ૧૯૩ અને ડાંગના ૧૧૦ પોલીસ કર્મી ત્રણ દિવસ ખડેપગે રહેશે.
સુરતના ૮૪૬ પોલીસ કર્મચારીઓ અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સુરક્ષા માટે જશે. તેમાં ત્રણ ડીસીપી, પાંચ ડીવાયએસપી, ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૪ પીએસઆઈ, ૨૬ એએસઆઈ, ૬૪૧ પુરુષ કોન્સ્ટેબલ અને ૧૦૭ મહિલા કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે.
અમદાવાદમાં આવનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈ સિક્યુરિટ સુરક્ષા માટે નવસારી જિલ્લામાંથી ૧૯૩ પોલીસકર્મીઓ સુરક્ષા બજાવવા માટે ગયા છે. મળતી માહિતી મુજબ ૨ પીઆઈ, ૬ પીએસઆઈ અને ૧૮૫ પોલીસકર્મીઓ અમદાવાદ પહોંચી ગયા છે.
ડાંગ જિલ્લામાંથી એક ડીએસપી, એક ડીવાયએસપી અને છ પીએસઆઇ સહિત ૧૧૦ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાનું કુલ પોલીસ મહેકમ ૩૦૯ છે, જેમાંથી ૪૦ ટકા જેટલું મહેકમ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યું છે.
ટ્રમ્પનાં કાર્યક્રમમાં સુરતના ૮૪૬, નવસારીના ૧૯૩ અને ડાંગના ૧૧૦ પોલીસકર્મી ખડેપગે રહેશે
Leave a Comment