વૉશિંગ્ટન,તા.૨૩
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ અમેરિકામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકન મીડિયામાં તેને લઈને સતત લેખો છપાઈ રહ્યા છે.
અમેરિકન મીડિયાએ ટ્રમ્પના પ્રવાસને ભારતીય મૂળના મતદારોને ખુશ કરવાની રણનીતિનો ભાગ ગણાવ્યો છે.
અમેરિકાના અખબારોમાં સતત ટ્રમ્પની ભારત યાત્રા અંગેના લેખો છપાઈ રહ્યા છે. જેમાં ટ્રમ્પના પ્રવાસને ભારત સાથે ટ્રેડ ડીલની જગ્યાએ ચૂંટણી પ્રચારનો એક હિસ્સો ગણાવાઈ રહ્યો છે. અમેરિકાના સંખ્યાબંધ કોલમિસ્ટોનુ માનવ છે કે, ટ્રમ્પ અમેરિકામાં રહેતા ૩૫ લાખ જેટલા ભારતીય મૂળના મતદારોને પ્રભાવિત કરવા માટે ભારત જઈ રહ્યા છે.
લેખકોનુ કહેવુ છે કે, જોકે તેની સાથે સાથે ટ્રમ્પ ભારત સામે આકરા નિવેદનો પણ આપી રહ્યા છે જેથી અમેરિકી મૂળના વોટરો નારાજ ના થાય.કારણકે ટ્રમ્પના જે કટ્ટર સમર્થકો છે તે અમેરિકા ફર્સ્ટની નીતિમાં માને છે અને ટ્રમ્પે અત્યાર સુધી આ જ નીતિ પર ચૂંટણી પ્રચાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અમેરિકામાં પણ જે સમારોહમાં જઈ રહ્યા છે ત્યાં ભારત પ્રવાસનો ઉલ્લેખ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ ટ્રમ્પ ભારત પ્રવાસ અંગે વારંવાર કોમેન્ટસ કરી રહ્યા છે.
ટ્રમ્પનો ભારત પ્રવાસ ચૂંટણીની રણનીતિના ભાગરૂપે : અમેરિકન મીડિયા
Leave a Comment