અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ મોટેરા સ્ટેડીયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિનુ ભવ્ય સ્વાગત કર્યુઃ તેમણે નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ કહી ભાષણની શરૂઆત કરી તેમણે સ્ટેડીયમમાં મોજુદ દર્શકો સાથે ઈન્ડીયા યુએસ ફ્રેન્ડશીપ સાથે લોંગલીવનો નારો લગાવ્યોઃ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણુ ઉંચુ વિચારે છે તેથી અમેરિકી સપનાને સાકાર કરવા લાગ્યા છેઃ ટ્રમ્પના નેતૃત્વમાં ભારત અમેરિકા સંબંધો નવા શિખરે પહોંચ્યાઃ આજે એક ઈતિહાસ રચાયો છે. તેમણે કહ્યુ હતુ કે અમને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી પર ગર્વ છે તો બીજાને સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગૌરવ છે. ભારત અને અમેરિકા એક સમાન વિચારધારા ધરાવે છે ટ્રમ્પની યાત્રાથી ભારત અમેરિકી સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે એવો અધ્યાય જે અમેરિકા અને ભારત માટે પ્રગતિ અને સ્મૃદ્ધિનો નવો દસ્તાવેજ બનશે.