મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતનાં લોકોને લઇને શનિવારનાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા મહિલા મેડિકલ સ્ટાફની સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરેએ કહ્યું કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. તેમણે આવા લોકોની સારવાર રોકવાની પણ વાત કરી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મૌન તોડવા કહ્યું છે. ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.
નર્સો સાથે અભદ્ર વર્તન કરનારાઓને પાઠ ભણાવવાની જરૂર
રાજ ઠાકરેએ મીડિયાને જણાવ્યું કે, “દિલ્હીનાં નિઝામુદ્દીનનાં મરકઝમાં આ મીટિંગ થઈ. લૉકડાઉનનાં સમયે જમાતનાં આ જમાવડાથી કોરોના સામેનાં યુદ્ધને નુકસાન પહોંચ્યું. આવા લોકોને ગોળી મારીને ખત્મ કરી દેવા જોઇએ. તેમને સારવારની શું જરૂર? એક અલગ કાયદો બનાવીને આ લોકોની સારવાર રોકી દેવી જોઇએ. જો તેઓ વિચારે છે કે તેમનો ધર્મ દેશથી મોટો છે અને તેઓ કોઈ ષડયંત્ર કરી રહ્યા છે, તે લોકો પર થૂંકી રહ્યા છે, તે નર્સો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે, તો તેમને પાઠ ભણાવવાની જરૂર છે. આવા લોકોને ખરાબ રીતે મારીને વિડીયો વાયરલ કરી દેવો જોઇએ.”
લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર
મનસેનાં ચીફ ઠાકરેએ કહ્યું કે, “આ સમય કોઈ ધર્મ પર ચર્ચા કરવાનો નથી, પરંતુ મુસ્લિમોથી જો આવું કંઇ કરી રહ્યા છે તો તેમના પર કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. તેમણે સમજવાની જરૂરિયાત છે કે લોકડાઉન કેટલાક દિવસનું જ છે. ત્યારબાદ ત્યાં અમે લોકો હોઇશું.” રાજ ઠાકરેએ કહ્યું કે, “લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો આને ગંભીરતાથી નથી લેવામાં આવતુ તો લોકડાઉનનો સમય વધશે અને ઉદ્યોગો પર ખરાબ અસર પડશે, જેનાથી આર્થિક સંકટ પેદા થશે.”
નોકરી અને ઉદ્યોગોનું શું થશે તેના પર PM મોદી બતાવે આશાનું કિરણ
રાજ ઠાકરેએ કહ્યું કે, “મુલ્લા અને મૌલવી ક્યાં છે? આ લોકોનાં મગજમાં શંકા પેદા કરી રહ્યા છે. જો કાલથી કોઈ પાર્ટી અથવા સરકાર કોઈ સ્ટેન્ડ લે છે તો પછી તેને દોષ ના આપો, કારેલું હંમેશા કારેલું જ રહેશે.” રાજ ઠાકરેએ શુક્રવારનાં પીએમ મોદીનાં ભાષણ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, “પીએમે લોકોને કહ્યું કે 5 એપ્રિલનાં દીવો પ્રગટાવો, જો લોકો આવું કરવા ઇચ્છે છે તો કરવા દો, આ અંધવિશ્વાસ વિશે નથી, પરંતુ પીએમે લોકોને આશાનું કિરણ બતાવવું જોઇતુ હતુ અને વધારે ભરોસો આપવો જોઇતો હતો કે આવનારા સમયમાં નોકરીઓને લઇને શું થશે, ઉદ્યોગોનું શું થશે.”