કોરોનાનું સેન્ટ્રલ પોઇન્ટ બન્યું મુંબઇ? ભયંકર સ્થિતિ સર્જાવાના એંધાણ
મુંબઇ,વિકરાળ સ્વરૂપ લઇ રહેલા કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યાનો આંકડો ૭ સુધી પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં આ વાયરસનું સંક્રમણ સૌથી ઝડપથી ફેલાઇ રહ્યું છે.રાજયમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૮૯ પર પહોંચી ગઇ છે,જેમાં ૨ લોકોના મોત થઇ ચૂકયા છે.લોકડાઉનની સાથે જ અહીં કલમ ૧૪૪ લાગૂ થઇ ચૂકી છે.આવો આપને જણાવીએ અકિલા કે આખરે મહારાષ્ટ્રમાં કયા કારણોસર કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ૨૬૩૫૭ વ્યકિત પ્રતિ વર્ગ કિલોમીટરની સાથે દુનિયાનું બીજું સૌથી વધુ વસતી ધરાવતું અકીલા શહેર છે.આ આંકડો દિલ્હી જેવા બીજા મેટ્રો શહેરથી વધુ છે,જયાં વસતી ૧૧૩૨૦ વ્યકિત પ્રતિ વર્ગ કિલોમીટર છે.આ દુનિયાનું સૌથી વધુ વ્યસ્ત રેલવે નેટવર્ક છે.મુંબઇ મહાનગર વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાં દરરોજ ૭૫ લાખથી વધુ પેસેન્જર મુસાફરી કરે છે,તેનો મતલબ એ થયો કે ટ્રેન પોતાની ક્ષમતા કરતાં ત્રણ ગણી વધુ વસતીને ભરે છે.તો જાપાનમાં ટોકયો મેટ્રો પોતાની ક્ષમતા કરતાં બેગણી સવારી વહન કરે છે.આથી જ સરકારને મુંબઇ લોકલ ટ્રેનો પર ૩૧મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકવો પડ્યો.મહારાષ્ટ્રમાં વિદેશથી આવવા માટે કેટલાંય આંતરરાષ્ટ્રીય ગેટવે છે.અહીં કુલ પાંચ ઇન્ટરનેશનલ એરપોર્ટસ છે.જેમાં મુંબઇ, પૂણે, નાગપુર, શિરડી અને ઔરંગાબાદ એરપોર્ટસ સામેલ છે. જો આંકડા પર નજર કરીએ તો આ તમામનો પેસેન્જર ટ્રાફિક દિલ્હીથી ઓછો છે.૨૦૧૯મી મુંબઇમાં ૧.૩ કરોડ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ આવ્યા જયારે પૂણેમાં આ આંકડો ૧.૨ કરોડની આસપાસ રહ્યો.તો શિરડીમાં એક મહિનામાં ૫૦૦૦૦ પેસેન્જર, નાગપુરમાં ૧૦ લાખ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સની ક્ષમતા છે.જયારે ઔરંગાબાદ દર કલાકે ૧૫૦ ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરી શકે છે.તો દિલ્હીમાં આ આંકડો ૨ કરોડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ વાર્ષિક છે. તેની સાથે જ મુંબઇમાં દરિયાઇ પોર્ટ પણ છે.આવવા અને જવાના આટલા બધા પોઇન્ટસ મહારાષ્ટ્ર માટે સ્થિતિને ગંભીર બનાવી દે છે. આથી ઇમરજન્સીના સમયે બધાને મોનિટર કરવા પડકારજનક હોય છે. મુંબઇ તેની સાથે જ ભારતમાં આવીને કમ કરનાર વિદેશોઓ માટે પણ પસંદગીનું ડેસ્ટિનેશન છે.મુખ્ય કારણ વૈશ્વિક સરેરાશથી વધુ પૈસા અહીં મળે છે. જો તુલના કરીએ તો મુંબઇમાં કામ કરી રહેલા વિદેશી ૨૧૭૧૬૫ ડોલરની કમાણી કરી લેશે જયારે વૈશ્વિક સરેરાશ ૯૯૯૦૩ ડોલર છે.તો સેન ફ્રાંસિસકો અને લંડનમાં કમાણી ક્રમશઃ ૨૦૭૨૨૭ ડોલર અને ૧૦૭૮૬૩ ડોલર છે. માત્ર મુંબઇ જ નહીં પરંતુ પૂણેમાં પણ મોટી સંખ્યામાં વિદેશી વસેલા છે. તેની સાથે જ મુંબઇમાં ભારતની જ મોટી વસતી વસેલી છે.અહીં કામ અને રોજગારી માટે મોટી સંખ્યામાં બહારથી લોકો આવતા રહે છે.આ બધા કારણોસર મુંબઇમાં રિસ્ક ફેકટરમાં વધારો થાય છે જયાં ૨ લોકોના પહેલાં જ મોત થઇ ચૂકયા છે.