ભાજપ આગેવાન કપિલ મિશ્રા આયોજિત ક્રાઉડ ફંડિંગ યોજનામાં 24 કલાકમાં 45 લાખ રૂપિયા ભેગા થઇ ગયા : 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક : NRI ને પણ મદદરૂપ થવા વિનંતી કરી
ન્યુદિલ્હી : દિલ્હી હિંસા પહેલા ભડકાઉ ભાષણો કરવા માટે વિવાદમાં આવેલા ભાજપ આગેવાન કપિલ મિશ્રાએ હિંસાથી માર્યા ગયેલા 14 હિન્દુઓના પરિવારો માટે ફંડ આપવા દુનિયાભરના હીન્દુઓને અપીલ કરી છે.મિશ્રાએ શરૂ કરેલી ક્રાઉડ ફંડિંગ યોજનામાં 24 કલાકમાં જ 45 લાખ રૂપિયા ભેગા થી ગયા છે.તેમણે 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.આ માટે તેઓએ વિશ્વ વ્યાપ્ત એન.આર આઇ સમૂહને પણ મદદરૂપ થવા વિનંતી કરી હોવાનું મિલાપ ઓઆરજી ટ્વીટર ઉપર લિંક શેર કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.