કોરોના વાયરસનુ કેન્દ્ર બિંદુ ગણાતા ચીને લગભગ કોરોના પર કાબુ મેળવી લીધો છે અને વર્તમાન સમયમાં દુનિયાના બીજા દેશની નબળાઈનો ફાયદો ઉઠાવીને તેમની કંપનીઓમાં પોતાની ભાગીદારી વધારવા માટે બિઝનેસ ‘અટેક’ માં લાગી ગયુ છે, પરંતુ આ વખતે દુનિયા સાવધાન છે અને ભારત સહિત ઘણા દેશોએ ચીની અધિગ્રહણની બચવા માટે પોતાના દેશમાં પ્રત્યક્ષ વિદેશની રોકાણ (FDI) ના નિયમોન સખત બનાવી દીધા છે.
માહિતી પ્રમાણે ચીન કોરોનાના કહેરથી ત્રસ્ત દુનિયાની ઈકોનોમીનો ફાયદો ઉઠાવતા ઘણા દેશની કંપનીઓમાં પોતાની ભાગીદારી વધારવા લાગી ગયુ છે. ભારત સહિત ઘણા દેશ ચીનની દિગ્ગજ સાર્વજનિક કંપનીઓનો પોતાની ત્યાં વધતા રોકાણને રોકવાની કોશિશમાં લાગી ગયુ છે.
યૂરોપિયન સંઘ
સૌ પ્રથમ યૂરોપિય સંઘે પોતાના FDI નિયમોમાં ફેરફાર કર્યા છે. યૂરોપિયન સંઘના ઘણા સભ્યો દેશોએ ચીનના ‘બારગેન હંટિંગ’ ને રોકવા માટે વિદેશ રોકાણ પર અંકુશવાળા નિયમ લાવ્યા હતા. જર્મની, ફ્રાંસ, ઈટાલી, સ્પેન સહિત ઘણા દેશે તેને અપનાવ્યુ છે. 25 માર્ચના રોજ યૂરોપિય સંઘે પોતાના સભ્ય દેશનો ચેતવણી આપી દીધી છે કે, FDI દ્વારા ખાસકરીને હેલ્થકેયર અથવા તેનાથી જોડાયેલી ઈન્ડસ્ટ્રીમાં અધિગ્રહણનો ખતરો વધી ગયો છે. આ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, તેઓ FDI ની સ્ક્રીનિંગની વ્યવસ્થા બનાવી રાખે.
સ્પેનની સરકારે પોતાના એક્ટમાં ફેરફાર કર્યા
ત્યારબાદ જર્મનીની એંજલા મર્કેલ સરકારે આ રીતનો નિયમ બનાવ્યો જેથી ત્યાના હિતોની રક્ષા કરી શકાય. 17 માર્ચન રોજ સ્પેનની સરકારે પોતાના વર્ષ 2003 ના એક્ટમાં ફેરફાર કરતા FDI અથવા કોઈપણ FDI પ્રસ્તાવ માટે સરકારની પૂર્વ અનુમતિ જરૂરી કરી દીધી હતી. ઈટાલીએ 8 એપ્રિલ 2020 ના રોજ એક ‘ગોલ્ડેન પાવર લો’ જાહેર કર્યુ હતુ. જે પ્રમાણે સંવેદનશિલ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ પર ઘણા પ્રકારના અંકુશ લગાવાના છે. ઈટાલી સરકારને એ વાતનો ડર હતો કે, તેમની ખસ્તાહાલ કંપનીઓએ સસ્તી કિંમત પર વિદેશી કંપનીઓ ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈટાલી કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થનાર દેશ છે.
ઓસ્ટ્રેલિયા
30 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશી અધિગ્રહણના નિયોમોને અસ્થાયી રૂપથી સખત કરી દીધા છે. કારણ કે, તેમને ડર હતો કે, કોરોના સંકટને જોતા તેમની મહત્વપૂર્ણ કંપનીઓને વિદેશી કંપની સસ્તામાં ખરીદી શકે છે. ત્યાંના સાંસદોએ ચેતવ્યુ હતુ કે, એવિએશન, હેલ્થ જેવા સેક્ટની પરેશાન કંપનીઓને ચીન જેવા દેશની સરકારી કંપની ખરીદી શકે છે.
કેનેડા
18 એપ્રિલ 2020 ના રોજ કેનેડાએ પણ પોતાના વિદેશી રોકાણ નિયમોને સખત બનાવી દીધા છે હવે કેનેડાની જન સ્વાસ્થ્ય અથવા અન્ય મહત્વપૂર્ણ સપ્લાઈ ચેન સાથે જોડાયેલી કંપનીમાં પ્રત્યક્ષ વિદેશ રોકાણને સરકારી તપાસમાંથી પસાર થવુ પડશે.
બ્રિટેન
આ રીતે બ્રિટેનમાં સૈન્ય, કંમ્પૂયર હાર્ડવેયર, ક્વાંટમ ટેકનોલોડી વગેરેમાં અધિગ્રહણ વદર સરકારી મંજૂરી હવે નહી થઈ શકે.
અમેરિકા
અમેરિકામાં વિદેશી કંપનીઓ દ્વારા કોઈપણ સંભવિત ખરીદીની તપાસ માટે વિદેશી રોકાણ સમિતિ (CFIUS) સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર તેની તપાસ કરવામાં આવે છે.
ભારત
આ યાદીમાં સૌથી નવુ નામ ભારતનુ છે. ભારત સરકારે 17 એપ્રિલના રોજ FDI ના નિયમોમાં ફેરફાર કરતા કહ્યુ છે કે, હાજર Covid-19 મહામારીના દોરમાં ભારતીય કંપનીઓએ અવસરવાદી ખરીદી પર અંકુશ માટે આવુ કરવામાં આવી રહ્યુ છે. ચીન અથવા બીજ દેશનુ નામ લીધા વગર ભારતે પોતાના FDI નિયમોમાં ફેરફાર કરતા કહ્યુ છે કે, એવો દેશ જેની સીમા ભારતની સીમાને ટચ કરતી હોય, ત્યાંની કંપની ભારતમાં સરકારી મંજૂરી વગર રોકાણ કરી શકશે નહી. જો કોઈ રોકાણનો લાભાર્થી વ્યક્તિ કોઈ એવા દેશમાં રહેતા હોય અથવા તે દેશનો નાગરિક હોય તો પણ આ નિયમ તેના પર લાગુ થાય છે.
અગાઉ માત્ર આ બે દેશને મંજૂરી લેવી પડતી હતી
આ સિવાય સરકારે બીજી મહત્વપૂર્ણ ફેરફાર કરીને ચીની કંપનીઓ દ્વારા પરોક્ષ એક્વિઝિશન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, જો કોઈ વિદેશી રોકાણોની માલિકીમાં કોઈ ફેરફાર થાય છે, તો આ માટે સરકારની મંજૂરી લેવી પડશે. હવે ચીનથી આવતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રોકાણને સરકાર દ્વારા મંજૂરી આપવી પડશે. અગાઉ માત્ર બાંગ્લાદેશ અને પાકિસ્તાનની કંપનીઓને જ રોકાણ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડતી હતી. ચીનનું કહેવું છે કે હવે ચીની કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવું મુશ્કેલ બનશે.