– નેશનલ વાયરોલોજી ઇન્સ્ટીટયુટ, આઇસીએમઆર અને ઘણી આઇઆઇટી સહિતના
નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોનાની દવા-રસી માટે અનેક પ્રયોગો કરવામાં આવી રહયા છેે.ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીઅએમઆર)ના જણાવ્યા મુજબ દેશમાં ૪૦થી વધુ વેકસીન અને દવા ઉપર કામ ચાલી રહ્યું છે.પુના સ્થિત નેશનલ વાયરોલોજી ઇન્સ્ટીટયુટ, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ અને આઇઆઇટી કાનપુર સહિતના સામે છે.હૈદ્રાબાદની કંપની ભારતીય રસી તૈયાર કરી રહી છે.ઉત્તર પ્રદેશના લખનૌમાં કિંગ જયોર્જ મેડીકલ યુનિવસીર્ટી (કેજીએમયુ) અને સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(સીડીઆરઆઇ)એ કોરોના બીમારીની પ્રભાવી દવા બનાવી રહયું છે.સીડીઆરઆઇના ડાયરેકટર પ્રો.ના જણાવ્યા મુજબ એમઓયુ હેઠળ કિંગ જયોર્જ મેડીકલ યુનિવસીર્ટી પોઝીટીવ દર્દીઓના સેમ્પલથી આરએનએ અલગ કરી ઇન્સ્ટીટયુટોને આપશે.ત્યારબાદ અમે તેની પ્રોસેસ કરી પ્રભાવી દવા બનાવવાની દિશામાં કામ કરીશું.તેમણે વધુમાં જણાવેલ કે ઇન્સ્ટીટયુટે ટારગેટેડ પ્રોસેસ સિસ્ટમ વિકસીત કરી છે.જેમા વૈજ્ઞાનિકોએ આર્સ-૨ વિરૂધ્ધ ડ્રગ ટારગેટ માટે અણુલાઇબ્રેરી તૈયાર કરી છે.
વૈજ્ઞાનિકોએ દાવો કરેલ છે કે આરએનએ સેમ્પલના સીક્રેસીંગના અધ્યયનથી કોરોના વાયરસનો કયો પ્રકાર ભારતના લોકોનેે વધુ પ્રભાવીત કરી રહયો છે તે જાણી શકાશે.ઘણી શોધથી એ જાણવા મળેલ કે કોરોના વાયરસના ૮ પ્રકાર ભારતીયોને પ્રભાવીત કરી રહયા છે.વાયરસના પ્રકારથી દવા વધુ પ્રભાવી બનાવવામાં મદદ મળશે.ત્રણ પ્રકારે રસી તૈયાર કરાય છે.વાયરસને નિષ્ક્રીય કરીને ૧૯૫૫માં પોલીયો વાયરસ આ નિષ્ક્રીય વાયરસથી તૈયાર થયેલ. પોલીયોનો વાયરસ જયારે હુમલો કરે ત્યારે તેનો એન્ટીબોડી સક્રિય થઇ તેનો ખાત્મો બોલાવે છે.જીવીત વાયરસ દ્વારા આ પ્રક્રિયામાં વાયરસને નબળો કરી શરીરમાં રસીના રૂપમાં ઇન્જેકશનથી મોકલાય છે.જેથી એન્ટીબોડીઝ તૈયાર હોય અસલી વાયરસના હુમલાને રોકો છે.રૂબેલા-અછબડા તેના ઉદાહરણો છે.જેનેટીક એન્જીનીયરીંગ જેનેટીક એન્જીનીયરીંગ વેકસીન સૌથી સારી અને ઓછી સમયવાળી પ્રક્રિયા છે.જેમાં વાયરસની આનુવાંશીક સંચરનામાં બદલાવ કરી રસી તૈયાર કરાય છે.