– મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર : સંક્રમિતોની સંખ્યા ૩૦૦૦ને પાર રાજસ્થાનમાં ૧૧૦૦થી વધુ કેસ થયા
– પ.બંગાળમાં ૨૪ નવા કેસ નોંધાયા : દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ૧૬૪૦
– એમપીમાં ઇન્દોર એપી સેન્ટર બન્યું
નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૩,૪૯૫ એ પહોંચી છે.મહારાષ્ટ્રમાં ૩ હજારથી વધુ કેસ થઇ ગયા છે.બીજી બાજુ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધુ દર્દી છે.ગઇકાલે ૧ હજાર ૮૧ નવા કેસ સામે આવ્યા છે.તેમાં મહારાષ્ટ્રમાં ૨૮૬, રાજસ્થાનમાં ૫૫, યુપીમાં ૭૦,ગુજરાતમાં ૧૬૩ અને બિહારમાં અકિલા ૮ નવા દર્દી મળ્યા છે.બીજી બાજુ મધ્યપ્રદેશ,ઇન્દોરમાં રેકોર્ડ ૨૫૬ નવા દર્દી નોંધાયા છે.
આ દેશના કોઇ પણ શહેરમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.એમપીના ૬૫ ટકા દર્દી ઇન્દોરમાં છે.મધ્યપ્રદેશના ઇન્દોરમાં ૬૫ ટકા દર્દી રહેલા છે તે દેશના કોઇ પણ શહેરમાં એક દિવસમાં મળતા સૌથી વધુ કેસ છે.મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૩૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.રાજ્યમાં ૨૮૬ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેમાંથી એકલા મુંબઇમાં ૧૦૭ દર્દી મળ્યા.મુંબઇમાં કુલ ૧ હજાર ૮૬૩ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છેમુંબઇમાં કુલ ૧ હજાર ૨૮૩ પોઝીટીવ છે.રાજસ્થાનમાં આજે નવા ૩૮ કેસ નોંધાયા છે કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૧૬૯ નોંધાયા છે.
પ.બંગાળમાં આજે ૨૪ નવા કેસો નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૨૫૫એ પહોંચી છે.યુપીમાં ગઇકાલે ૭૦ નવા કેસ મળતા સંક્રમિતોની સંખ્યા ૮૦૫એ પહોંચી છે.આગ્રામાં ૧૯ સંક્રમિતો નોંધાયા છે.બિહારમાં ગઇકાલે ૮ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.ગુજરાતમાં ૧૬૩ નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૧૦૩૨ એ પહોંચી છે અને ૩૬ના મોત થયા છે.