દિલ્હી,
દેશભરમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે.સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
અગ્રવાલે જણાવ્યું હતું કે,૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે.હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલય દરેક રાજ્યો સાથે મળીને કોરોના સામે જંગ લડી રહ્યું છે.૪થી વધારે લોકો એક જગ્યા એ ભેગા નહિ થાય. સાર્વજનિક જગ્યાઓ પર થુંકશે નહિ.સ્વાસ્થ્ય મંત્રીએ WHOઅને હેલ્થ ક્ષેત્રના લોકો સાથે બેઠક કરી હતી.નેશનલ પોલીયો ટીમ પર એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.ભારતીય ઉદ્યોગ જગતનો દાન આપવા માટે પણ આભાર માનવામાં આવ્યો છે.મેક ઇન્ડિયાના ઉપયોગ માટે સરાહના કરવામાં આવી હતી સાથે જ સ્વચ્છ પાણી વાપરવા માટે સલાહ આપવામાં આવી હતી.
ગૃહ મંત્રાલય તરફથી પુણ્ય સલીલાશ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,રાજ્ય સરકારોએ લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે પ્રયત્નો વધારી દીધા છે.જ્યાં પણ ઉલ્લંઘન થાય છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.જરૂરી સામાન પણ પહોચાડવામાં આવી રહ્યો છે.ગૃહ મંત્રાલયની વેબસાઈટ પરદિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.