કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્રારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે દેશ કોરોનાવાયરસ ના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચેના ગાળામાં છે અને ખૂબ જ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે.
આરોગ્ય મંત્રાલય એમ કહ્યું છે કે દેશના અલગ-અલગ રાયોમાં ખૂબ જ ઝડપથી કેસ વધ્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં અપેક્ષા કરતાં વધુ કેસ બહાર આવ્યા છે માટે દેશ આ વાઇરસના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે.
દરમિયાનમાં એઇમ્સના ડાયરેકટર ડોકટર રણદીપ ગેલેરીયા એ એમ કહ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં લોકલ ટ્રાન્સમિશન સ્પષ્ટ્ર રીતે જોઈ શકાય છે કારણ કે કેસ માં વધારા થયા છે એટલા માટે દેશ અત્યારે આ વાયરસના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે છે.
જોકે એમણે એવી ચોખવટ પણ કરી છે કે અત્યારે દેશ નો બહત્પમતી વિસ્તાર બીજા તબક્કામાં જ છે પરંતુ કેટલાક ભાગોમાં ત્રીજા તબક્કા જેવી તીવ્રતા દેખાય છે. આરોગ્ય મંત્રાલય દ્રારા એમ જણાવવામાં આવ્યું છે કે અત્યારની સ્થિતી ખૂબ સંભાળવા જેવી છે અને કેસ વધારે ફેલાય નહીં તે માટે લોક ડાઉન નો ગંભીરતાથી અમલ કરવાની જર છે કારણ કે આપણે દેશને ત્રીજા સ્ટેજ માં લઈ જવા નથી અને દેશને બચાવવાનો છે.