નવી દિલ્હી, તા. 12 એપ્રીલ 2020, રવિવાર
દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં હાલના તબક્કે ઘટાડો જોવા મળી રહ્યો છે અને કુલ કેસ 8 હજારની પાર થઈ ગયા છે.સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સાવચેતીના પગલાં ભરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે,ખાનગી ક્ષેત્રના લોકો પણ અમારી મદદ કરી રહ્યાં છે.રેલવે,આર્મી દરેક મદદ કરી રહ્યું છે.મેક્સ હોસ્પિટલે પોતાની બે હોસ્પિટલને ડેડિકેટેડ હોસ્પિટલમાં બદલી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે,ખાનગી અને સરકારી કોલેજોમાં પોતાની ટેસ્ટીંગ લેબ વધારી રહ્યાં છીએ.કાલથી આજ સુધીમાં 909 કેસ આવ્યા છે.પોઝિટિવ બાબત તે છે કે આપણાં કેસોમાં રિકવરી પણ થઈ રહી છે.દરરોજ 15 હજાર ટેસ્ટ થઈ રહ્યાં છે.જો આપણે આજની વાત કરીએ તો ડેડિકેટેડ બેડ તરીકે આપણી પાસે 1 લાખથી વધારે બેડ છે.
તેમણે જણાવ્યું કે,દેશની ઊભરતી સ્થિતિ જોતા અમે તૈયારી કરી રહ્યાં છીએ.સંખ્યા જોતા અમે અમારી તૈયારીઓ સતત વધારી રહ્યાં છીએ.દેશમાં અત્યાર સુધીમાં 1,86,906 ટેસ્ટ થઈ ચુક્યા છે અને સંક્રમણની સંખ્યા 4.3% છે.
દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 8 હજારને પાર થઈ ગઈ છે.ગત 24 કલાકમાં સામે આવેલા 909 કેસો અને અત્યાર સુધીમાં કુલ 8356 કેસો સામે આવી ચુક્યા છે જેમાંથી 7367 કેસો હજુ એક્ટિવ છે અને 715 લોકોને હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ મળી ચુક્યો છે.જ્યારે આ વાઈરસના સંક્રમણથી 273 લોકોના મોત થઈ ચુક્યા છે.