20 વ્યક્તિઓ 14 દિવસ સુધી હોમ કવોરનટાઈન હેઠળ હોય એ લોકોના નિવાસસ્થાને આરોગ્ય વિભાગ દ્વારા લાલ સ્ટીકર લગાવી દેવાયા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલ સેનેટાઈઝર અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે ની બુમ..?!
રાજપીપળા: કોરોના વાયરસના સંક્રમણને નિવારવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કાર્ય કરાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5 વ્યક્તિઓ કવોરનટાઈન હેઠળ અને 20 વ્યક્તિઓ 14 દિવસ સુધી હોમ કવોરનટાઈન હેઠળ છે.જે લોકો હોમ કવોરનટાઈન હેઠળ છે એ લોકોના નિવાસસ્થાને આરોગ્ય વિભાગ દ્વારા લાલ સ્ટીકર લગાવી દેવામાં અકિલા આવ્યું છે, એ સ્ટીકરમાં કઈ તારીખ સુધી તેઓ હોમ કવોરનટાઈન હેઠળ છે એ દર્શવાયું છે.તો એ તારીખ સુધી એ ઘરની કોઈએ પણ મુલાકાત ન લેવી એવી ચેતવણી પણ અપાઈ છે. લાલ સ્ટીકર લગાવેલ ઘરના વ્યક્તિને કોરોના વાયરસ છે એવું માની લેવું નહિ જે તે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ વિદેશથી આવી હોય એ વ્યક્તિ સરકારના નિયમ મુજબ 14 દિવસ સુધી હોમ કવોરનટાઇન હેઠળ હોવાનું આરોગ્ય શાખા દ્વારા લગાવેલ લાલ સ્ટીકર દર્શાવે છે.કવોરનટાઇન હેઠળ રહેલા વ્યક્તિ ના હાથ પર ઓળખના ભાગ રૂપે સિક્કો પણ મારવામાં આવે છે.એમને કોરોના વાયરસ છે એવું માનવુ નહિ.સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ મામલે ખોટી અફવા ફેલાવવા બદલ 3 વર્ષની સજા થઈ શકે છે કોરોના વાયરસ મામલે સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ થયું છે.તો નર્મદા જિલ્લા પોલીસ વડા ડો. હિમકર સિંહે જણાવ્યું હતું કે ખોટી અફવા ફેલાવનારને 3 અથવા તેથી વધુ વર્ષની સજાની જોગવાઈ છે.જો અમારા ધ્યાનમાં એવું આવ્યું અથવા કોઈએ અમને એવી બાબત જણાવી તો તપાસ બાદ એની પર કાર્યવાહી પણ થઈ શકે છે.કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઈઝરની 500 ML ની 300 જેટલી બોટલો સરકારી અને બિન સરકારી કચેરીઓમાં આપવામાં આવી છે.ત્યારે સેનેટાઈઝરની બોટલો કેટલાક અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે કચેરીમાં રાખતા નથી એવી પણ બુમો ઉઠી છે.તો આ મામલે જિલ્લા વહીવટીતંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.