નર્મદા જિલ્લામાં 9 કોરોના પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.રાજપીપળા શહેરમાં 3 કેસ કોરોના પોઝીટીવ આવ્યા હતા.જેના કારણે રાજપૂત ફળિયા સહિત અનેક વિસ્તારો સીલ કરાયા છે.પાલિકા દ્વારા સેનેટાઈઝર છાંટવવામાં આવ્યું છે.નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ અને તેઓના ફેમિલીને હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા હતા.ગઇકાલે બે કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા આવ્યા હતા જેમાં એક કેસ ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામનો હતો.આ યુવક નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદના સંબંધી છે. તેથી એ સતત તેમના સંપર્કમાં હતો.
પંચમહાલ અને ખેડામાં પણ એક એક કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે.રાજ્યમાં કોરોનાના વધુ 105 કેસ સામે આવ્યા છે જ્યારે કે કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત નિપજ્યા છે.અમદાવાદ, કચ્છ અને બોટાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.જે નવા 105 કેસ સામે આવ્યા છે તે પૈકી અમદાવાદમાં 42 કેસ, સુરતમાં 35 કેસ, આણંદમાં 8, વડોદરામાં 6, નર્મદામાં 4, બનાસકાંઠામાં 4, તેમજ ગાંધીનગર, પંચમહાલ અને ખેડામાં 1-1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું
નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 871 પર પહોંચી છે.આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા 20 હજાર 200 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત 24 કલાકમાં 2 હજાર 971 ટેસ્ટ કરાયા છે.જે પૈકી 176 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે કે 2 હજાર 794 કેસ નેગેટિવ આવ્યા છે.