કોરોના વાયરસનું સંક્રમણ આખા વિશ્વમાં ફેલાયું છે ત્યારે જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.ભારતમાં પણ લોકડાઉનની સખ્તાઈ માટે પોલીસ અવનવા પ્રયાસો હાથ ધરે છે.કેટલાક વિસ્તારોમાં તો કરફ્યૂ જેવી સ્થિતિ પણ છે. તેમ છતાં લોકડાઉન સ્થિતિ તોડીને પણ લોકો ફરવા નીકળી પડે છે.
પાલન નહીં કરનારને પોલીસે મારી ગોળીઓ
નાઈજિરિયાથી આવેલી ખબર મુજબ જે લોકો સરકારી આદેશનું પાલન નહીં કરીને ભંગ કરાતા તેના પર પોલીસ દ્વારા ગોળી વરસાવવામાં આવી છે. જેમાં 18 લોકોના મોત થયા છે.નાઈજિરિયામાં કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે લોકડાઉનનો ભંગ કરવા બદલ 18 લોકોના મોત થયા છે.આ સંખ્યા આખા દેશમાં કોરોનાથી થયેલા મોત કરતાં ઘણી વધારે છે.
માનવાધિકાર આયોગને મળી 105 ફરિયાદો
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે નાઈજિરિયામાં 36 રાજ્યોમાંથી 24 સુરક્ષાબળો દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની 105 ફરિયાદો મળી હતી.જો કે આ મામલે સરકારનું કહેવું છે કે અત્યાર સુધી પોલીસ કાર્યવાહીમાં 12 લોકોના જ મોત થયા છે.નાઈજિરિયામાં 30 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે.કોરોના વાયરસ વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહી છે પરંતુ ગોળી મારવા જેવી સખ્તાઈ કોઈપણ દેશે બતાવી નથી.


