અમદાવાદ, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : પોલીસકર્મીઓની બદલી મુદ્દે હાઇકોર્ટે મહત્વની ટકોર કરી હતી હાઇકોર્ટે ટાંક્યું છે કે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય તો બદલી ન કરી શકાય.કોર્ટે સવાલ કર્યો કે આવા નિર્ણયો લેતા પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી
જો કોઇ પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય તો તેની બદલી કરવી અયોગ્ય છે.આ મહત્વપૂર્ણ અવલોકન ગુજરાત હાઇકોર્ટે દ્વારા કરવામા આવ્યું છે.પોલીસકર્મીઓની બદલી મુદ્દે હાઇકોર્ટે મહત્વની ટકોર કરી હતી હાઇકોર્ટે ટાંક્યું છે કે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય તો બદલી ન કરી શકાય.કોર્ટે સવાલ કર્યો કે આવા નિર્ણયો લેતા પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી.
હાઇકોર્ટે ટકોર કરી કે પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના પગથીયા ચઢવા પડે છે.ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગના પોલીસકર્મીએ પોતાની બદલી મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી.પોલીસ કોન્સ્ટેબલે વારંવાર બદલીના નિર્ણયથી ત્રસ્ત થઇને રોકની માગ સાથે હાઇકોર્ટની શરણ લીધી હતી.
અમરેલીમાં એક સાથે 50 કર્મચારીઓની બદલી
આ અગાઉ અમરેલીમાં પોલીસ સામે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદોના પગલે SP નિર્લિપ્ત રાયે સજાનો કોરડો વીંઝીને એક જ પોલીસ સ્ટેશનના 50 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખી હતી.એક સાથે આખા પોલીસ સ્ટેશનના કર્ચારીઓની બદલી કરાતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.


